________________
પહેલા ગણના ધાતુકોશ
૨૫૫ બીજાને પોતાનો અભિપ્રાય જણાવવો, ૩-વિનતિ કરવી. ગતિ+સ્થા ૧ચડી જવું, વધી જવું, ૨-ઉલ્લંઘન કરવું, આજ્ઞાભંગ કરવો, ૩-વસવું, રહેવું. મધ+થા ૧-ઊપર ચડવું, ૨-ઊપર બેસવું, ૩-ઊભા રહેવું, ૪આક્રમણ કરવું, પ-ચડિયાતું થવું, ૬-જીતવું, ૭-અધિકારી હોવું, ૮આજ્ઞા કરવી, હુકમ ચલાવવો, ૯-વશ કરવું, ૧૦-વશ થવું, આજ્ઞા માનવી, ૧૧-આશ્રય લેવો, ૧૨-વસવું, રહેવું, ૧૩-કરવું. અનુ+સ્થા ૧શાસ્ત્રના ફરમાન મુજબ આચરણ કરવું, ૨-અજ્ઞાનુસાર વર્તવું, હુકમનો અમલ કરવો, ૩-કરવું, ૪-પાછળ ઊભા રહેવું, પ-પછવાડે બેસવું, ૬કામમાં લેવું, ઉપયોગમાં લેવું, ૭-અનુકરણ કરવું, નકલ કરવી, ૮અનુસરવું. મ્યુ+સ્થા આદર સત્કાર કરવા માટે ઊભા થવું. ગવ+સ્થા (મા. મવતિષ્ઠો) ૧-સ્થિર થવું, ૨-ઊભા રહેવું, ૩-ઊપસ્થિત થવું, હાજર હોવું, ૪-વસવું, રહેવું, પ-નિશ્ચય કરવો, ૬-ખેંચી લેવું, ૭-સેવા ભક્તિ કરવી. બા+થા ૧-ઉપર બેસવું, ર-વસવું, રહેવું, ૩-આશ્રય લેવો, ૪-કરવું, પ-જોવું, ૬-ધારણ કરવું, ૭-પ્રયત્ન કરવો, ૮-વર્તન કરવું, આચરવું, ૯-યોજના કરવી, ૧૦-નિયમિત કરવું. મા+સ્થા (. આતિકતે) માનવું, સ્વીકારવું. ત્+થા ૧-ઊઠવું, ઊભું થવું, ર-ઉત્પન્ન થવું, ૩-ઉદિત થવું, ઉદય થવો. ત્ (મા. રિઝો) ૧-પ્રયત્ન કરવો, ૨-મેળવવા માટે તપાસ કરવી, ૩-ઉદ્યમી થવું, પ્રયાસ કરવો, ૪-તૈયારી કરવી પ-ઉશ્કેરાવું. ૩૫+થા ૧-પાસે ઊભા રહેવું, ૨-ઉપસ્થિત થવું, હાજર થવું, ૩-આવી પહોંચવું, ૪-ઝઝૂમવું, પ-મેળવવાની લાલસા રાખવી. ૩૫+થા (મા. ૩પતિwતે) ૧-દેવની પૂજા કરવી, ૨-દેવને પ્રસન્ન કરવા, ૩-સ્તુતિ કરવી, સ્તવના કરવી, ૪-ભજન કરવું, પ-પ્રશંસા કરવી, વખાણવું, ૬-મિત્રપણે આદર-સત્કાર કરવો, ૭-મેળવવાની લાલસા રાખવી, ૮સંયુક્ત થવું, જોડાવું, ૯-આલિંગન કરવું, ભેટવું. નિ+થા ૧-રાખવું, મૂકવું, સ્થાપન કરવું, ૨-સ્થિર થવું, સ્થિર રહેવું, ૩-પૂર્ણ થવું, સમાપ્ત થવું, ૪-નષ્ટ થવું. પરિ+સ્થા રહેવું, સ્થિત હોવું. પરિવ+સ્થા (મા. પવિતિwતે) ૧-ઉત્પન્ન થવું, ર-રહેવું, સ્થિત હોવું, પર્યવસ્થા ૧