________________
૨૫૦
હૈમ સંસ્કૃત ધાતુ રૂપાવલી : ભાગ-૧
હોવું, આબાદ હોવું. પા+નિ ૧-હારવું, હારી જવું, પરાજય પામવો, ૨હરાવવું, પરાજય કરવો, જીતવું, ૩-પરાક્રમ કરીને જીતવું. વિ+ત્તિ (બ. વિનયતે) ૧-વિજય પામવો, ફતેહ મેળવવી, ૨-વશ કરવું, ૩-કાબૂમાં રાખવું, ૪-વિજયવંત હોવું, સર્વથી ઉત્કર્ષયુક્ત હોવું, આબાદ હોવું.
(૨૪) તૂ (૧ ૫. સે) ૧-તરવું, ૨-પાર જવું, પાર પામવું, ૩વહાણ વગેરેની સહાયથી પાણી ઉપર જવું, ૪-ડૂબકી મારવી, ૫-ઓળંગવું, ૬-કૂદવું, ૭-ચડિયાતું થવું, ૮-જીતવું, ૯-ક્ષેમ-કુશલ હોવું, ૧૦-નીરોગી હોવું, ૧૧-તિરસ્કારવું. અતિ+તુ ઓળંગવું, વટાવી જવું. અમિ+તુ ૧ઉલ્લંઘન કરવું, આજ્ઞાભંગ કરવો, ૨-અપમાન કરવું. અવ+તુ ૧-અવતરવું, જન્મ થવો, ૨-ઊતરવું, નીચે આવવું. આ+7 ૧-વહાણ વગેરે સાધન વડે પાણી ઊપર જવું, ૨- વહાણ વગેરે સાધન ઊપર ચડવું. +7 ૧-ઉત્તર આપવો, જવાબ દેવો, ૨-ઊતરવું, નીચે આવવું, ૩-નદી તળાવ વગેરે ઊતરવું, ૪-પાર જવું, ૫-બહાર નીકળવું. દુ+7 ૧-મુશ્કેલીથી તરવું, ૨-મુશ્કેલીથી પાર પામવું. નિરુ+હૈં ૧-નિરુત્તર કરવું, જવાબ ન આપી શકે તેવું કરવું, ૨-નિરુત્તર થવું, જવાબ ન આપવો. નિ+TM ૧-સહી સલામત રીતે તરવું, સહેલાઈથી તરવું, ૨-પાર ઊતરવું, ૩-પાર પામવું, ૪-મુક્તિ મેળવવી. પ્ર+તુ ૧-ચડિયાતું થવું, ૨-જીતવું. વિન્તુ ૧-આપવું, અર્પણ કરવું, ૨-દાન કરવું, દેવું, ૩-જવું. સમવન્તુ ૧-સમાઈ જવું, સમાવેશ થવો, ૨-સમાવેશ કરવો, ૩-ઊતરવું, નીચે આવવું, ૪-અવતરવું, જન્મ થવો, ૫-અંદર ઊતરવું, ૬-પ્રવેશ કરવો, પેશવું, ૭-વિરોધરહિત વર્તવું, આચરવું.
(૨૫) ધાવુ (૧ ઉ. સે) ૧-દોડવું, ૨-પલાયન કરવું, નાસી જવું, ૩-ધોવું, સ્વચ્છ કરવું, ૪-સ્વચ્છ હોવું. અનુ+ધાન્ ૧-પાછળ પાછળ દોડવું, ૨-જાણવું, સમજવું. આ+ધાત્ નીચે ઊતરવું. પરિ+ધાવ્ વેગથી દોડવું. વિ+ધાન્ ૧-ભીંજવવું, પલાળવું, ૨-છાંટવું. સમુપ+થાત્ ભેટવા માટે દોડવું ().