________________
ૐ ૐ નમઃ જેલમ્ જ્યતિ શાસનમ
| શ્રેણી ક્રમાંક-૨૯
અષ્ટપ્રકારી પૂજળા રહસ્યો-3
અવગ્રહ-અંતરઃ પૂજા સિવાયના સમયે જઘન્યથી ૯ હાથ, મધ્યમથી ૧૦ થી ૫૯ હાથ અને ઉત્કૃષ્ટથી ૬૦ હાથ દૂર રહેવું.
છે. શાસન પ્રભાવના કરતાં કરતાં, અશુદ્ધ માણસોને સ્પર્શ કર્યા વગર, અનુકંપાદાન દેતા, વર્ષીદાન ઊછાળતાં, જીવરક્ષા તેમ જ મનમાં નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતાં કરતાં જિનાલયે જવું.
ત્રિકાળ પૂજાઃ ક્ષાયિક સમકિતીના ધણી શ્રીકૃષ્ણ અને શ્રેણિક મહારાજા પણ હંમેશા ત્રિકાળ પૂજા કરતાં. ત્રણ ડોઝની વૈદ્યરાજની દવાની જેમ ચોક્કસ અસર થાય છે તેમ ત્રિકાળ પૂજા પણ સંચય થયેલ કર્મોના ભુક્કા બોલાવી દે છે. સૂર્યોદય પછીની પ્રાતઃ કાળની પૂજા હાથ-પગ-મુખ સાફ કરી (શકય હોય તો સ્નાન કરીને જ) ત્રણ પ્રદક્ષિણા આપીને વાસક્ષેપ પૂજા (જમણા હાથનો અંગૂઠો અને અનામિકા વચ્ચે વાસક્ષેપ પકડીને) કરીને ધૂપ-દીપઅક્ષત-નૈવેદ્ય ફળપૂજા ચૈત્યવંદન આદિ કરવા જોઈએ. સવારની પૂજા રાત્રિના પાપોને હણી નાખે છે. મધ્યાન્હ કાળની પૂજા વિધિવત્ સ્નાન કરીને અષ્ટપ્રકારી પૂજા કરવી જોઈએ જે આખા જીવનના પાપને ધોઈ નાખે છે અને (સામાન્ય રીતે સૂર્યાસ્ત પહેલાં) સાયંકાળે એટલે સાંજની પૂજામાં પ્રદક્ષિણા ધૂપ, દીપ, ચૈત્યવંદન (આરતી-મંગળ દીવો) કરવા જોઈએ. જે ૭ ભવના પાપને ધોઈ નાખે છે.
સ્નાનવિધિઃ જિનપૂજાના નિર્મળ ઉદ્દેશ્ય સિવાય સ્નાન ન કરવું. સ્નાન શકય હોય તો પરાતમાં કરીને (મુંબઈમાં અનેક યુવાનો આ પ્રમાણે કરે છે, તેનું પાણી નીચે જમીનમાં પરઠવી દેવું જોઈએ. જેથી તે બે ઘડીમાં સૂકાઈ જાય. આપણા શરીરમાંથી નીકળતી અશુચિઓ (કફ, ઘૂંક, પરસેવો, પેશાબ વગેરે બધી) ૪૮ મિનિટમાં જો સૂકાય નહીં તો તેમાં અસંખ્ય સંમૂર્છાિમ પંચેન્દ્રિય જીવો ઉત્પન્ન થતાં હોય છે. નાના નગ્ન થઈને એ કરવું, પંચિયું પહેરીને નહાવું. ઊલ્ટી થયે, સ્મશાનમાંથી આવ્ય, હજામત બાદ તેમજ મૈથુન બાદ અવશ્ય સ્નાન કરવું. ભોજન પછી ૧ કલાક ન કરવું.
વસ્ત્ર પરિધાન સ્કૂલમાં યુનિફોર્મ હોય છે. ચર્ચમાં મસ્જિદમાં નિયમો પાળવા પડે છે તો જિન મંદિરમાં વિધિ મુજબ જ વસ્ત્ર પરિધાન કરવું જોઈએ. આજકાલ ઘણાં લોકો બર્મુડા પહેરીને, લૂંગી કે નાઈટી પહેરીને દર્શન કરવા આવતા હોય છે આ એક મોટી અવિધિ છે. બહેનોએ માથે ઓઢીને જ દેરાસર, વ્યાખ્યાન, પર્યુષણમાં સ્વપ્ન ઊતારવા આવવું જોઈએ. શુદ્ધ-સ્વચ્છ ટુવાલ વડે શરીર લૂછી બીજો ટુવાલ પહેરી પછી અલગથી પોટલીમાં રાખેલ પૂજાના કપડાં ધૂપીને પહેરવાં જોઈએ. ઉજ્જવળ, શુભ (રાતા અને પીળા વસ્ત્રો પણ ચાલે) વસ્ત્રો પહેરવાં. મુહકટા એટલે મટકા સીલ્કની જોડીઓ હવે બજારમાં મળે છે જેમાં કોશેટોને મારવામાં નથી આવતાં. તેવા નિર્દોષ વસ્ત્રો પહેરીને પૂજા કરવી.
શકય હોય તો ગાંઠ ન બાંધવી. (બહાર ગાંઠ બાંધતા કયારેક અંદર મનમાં પણ ગાંઠ બંધાઈ જાય). ખેસમાં જમણો ખભ્ભો ખુલ્લો રાખવો. પૂજાના કપડા પહેરી અશુદ્ધ જાજમ પર ન બેસવું. ઘણાં માણસોએ વાપરેલ, મેલાદાટ કપડાં ન પહેરવા. શક્ય હોય તો રોજ પૂજાના કપડાં પાણીમાંથી કાઢી એ પાણી જમીનમાં પરઠવી દેવું. પૂજા પતી ગયે તુરંત બદલી નાખવા. લાંબા સમય પહેરી ન રાખવા. ઘરમાં અલગથી પૂજાના કપડા ધોવા. બળેલા, તૂટેલા, ફાટેલા કે સાંધેલ વસ્ત્રો ન વાપરવાં. કેશ સંવર્ધન કરી પછી વસ્ત્રો પહેરવા. કાંડા પર વિરવલયો, બાજુબંધ, ગળામાં સોનાની ચેઈન, અનામિકા આંગળીમાં વીંટી વગેરે પહેરીને પૂજા કરવી. નગ્ન અંગુલીથી પૂજા કરવી. ઉત્તર દિશા સન્મુખ ઊભા રહી પહેરવાં.
મુખકોશઃ આપણે ગંદા દેહથી વિદેહીની (સિદ્ધ બનવાની) સાધના કરવાની છે. અંગારવાયુની દુર્ગંધ