________________
* * * સર્વજ્ઞ સિદ્ધિ ન
(ज्ञानादिकाऽथवैषा सर्वैव तेषां क्षयनिमित्ता तु । प्रतिपक्षभावना खलु परमगुरुभिर्यतो भणितम् ॥) अथवा एषा प्रतिपक्षभावना तेषां रागादिदोषाणां क्षयनिमित्तभूता सर्वैव ज्ञानादिका - ज्ञानादिस्वरूपा खलु बोद्धव्या, યતો—યસ્માત્પરમગુરુપિરન્દ્રિગિતમ્ ॥૨૬૭૪॥
ગાથાર્થ:- તે રાગાદિદોષોના ક્ષયમા કારણભૂત આ બધી જ ભાવના જ્ઞાનાદિસ્વરૂપવાળી જાણવી. કેમકે પરમગુરુઅરિહંતોએ કહ્યું છે.– ૫૧૧૭૪ા
किं तदित्याह
શું કહ્યું છે. તે બતાવે છે.
-
नाणं पगासगं सोहओ तवो संजमो य गुत्तिकरो ।
. तिहंपि समायोगे मोक्खो जिणसासणे भणिओ ॥ ११७५ ॥
(ज्ञानं प्रकाशकं शोधकं तपः संयमश्च गुप्तिकरः । त्रयाणामपि समायोगे मोक्षो जिनशासने भणितः ॥)
अस्य व्याख्या-इह यथा कचवरसमन्वितमहागृहशोधने प्रदीपादीनां पृथग्व्यापारस्तद्वज्जीवगृहकर्मकचवरशोधने ज्ञानादीनाम् । तत्र ज्ञायतेऽर्थोऽनेनेति ज्ञानं तच्च प्रकाशकं प्रकाशकत्वेन ज्ञानमुपकुस्ते गृहमलापनयने प्रदीपवदिति भावः। " तथा शोधयतीति शोधकं, किं तदित्याह - 'तपः' तापयति अनेकभवोपात्तमष्टविधं कर्मेति तपः, तच्च शोधकत्वेनोपकुस्ते, गृहशोधने कर्म्मकरपुरुषवत् । संयमनं संयम - आश्रवद्वारविरमणं चशब्दः पृथक् ज्ञानादीनां विवक्षितफलसिद्धौ भिन्नोपकारकारित्वावधारणार्थः, गोपनं गुप्तिः - कर्म्मकचवरागमनिरोधस्तत्करणशीलो गुप्तिकरः, संयमोऽपि कर्मकचवरागनिरोधकरणेनोपकुरुते इति भावः, गृहशोधने पवनप्रेरितकचवरागमनिरोधकरणेन वातायनादिस्थगनवदितियावत् । उक्तं ૬ - "ज्ञानं सुमार्गदीपं सम्यक्त्वं तदपराङ्मुखत्वाय । चारित्रमाश्रवघ्नं क्षपयति कर्माणि तु तपोऽग्निः ॥ १ ॥” इति, एवं त्रयाणामेव अपिशब्दोऽवधारणे, अथवा संभावने, किं संभावयति ? त्रयाणामपि ज्ञानादीनां क्षायिकाणां न तु क्षायोपशमिकादीनामिति समायोगे - संयोगे मोक्षः - सकलकर्म्ममलविकलतालक्षणो जिनशासने भणितः - प्रतिपादितः । नन्वेवं तर्हि “सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्ग" इत्यागमो विरुध्यते, सम्यग्दर्शनमन्तरेणापि उक्तलक्षणज्ञानादिद्वयादेव मोक्षप्रतिपादनात्, न विरुध्यते, सम्यग्दर्शनस्य ज्ञानान्तर्भावात्, तदन्तरेण ज्ञानस्य ज्ञानत्वस्यैवायोगादिति ॥ ११७५ ॥
· ગાથાર્થ:- આની વ્યાખ્યા- જેમ આ જગતમાં કચરાથી ભરેલા મોટા ઘરની સફાઈક્રિયામાં દીવાવગેરે અલગ-અલગરૂપે પ્રવૃત્ત-સહાયક થાય છે. તેમ જીવના આત્મપ્રદેશોરૂપ ઘરમા લાગેલા કર્મરૂપ કચરાને સાફ કરવામા જ્ઞાનાદિની અલગ અલગ પ્રવૃત્તિ છે. તેમા જેનાથી અર્થબોધ થાય તે જ્ઞાન. આ જ્ઞાન પ્રકાશક છે. અર્થાત્ જેમ દીવો પ્રકાશ દેવાદ્ગારા ઘરના કચરાની સફાઇમા ઉપકારક બને છે, તેમ જ્ઞાન અર્થપ્રકાશદ્વારા કર્મકચરાને દૂર કરવામાં સહાયક છે. તથા શોધતિ–સાફ કરે તે શોધક. અનેક ભવોથી ઉપાર્જેલા આઠ પ્રકારના કર્મો તપાવે તે તપ. આ તપ શોધકરૂપે ઉપકારક છે. જેમકે ઘરનો કચરો દૂર કરનાર પુરૂષ. સંયમન-આશ્રવદ્વારનો અટકાવ-સંયમ છે. કર્મકચરાને આવતા અટકાવવું એ ગુપ્તિ છે. સંયમ આશ્રવદ્વારોને બંધ કરી આશ્રવદ્ગારોથી આવતા કર્મકચરાને આવતા રોકવાનું કામ કરે છે. અને તેરૂપે ઉપકારક બને છે. જેમકે બારીવાટે પવનથી ખેંચાઇને બહારથી ઘરમાં આવતા કચરાને રોકવા બારીવગેરે બંધ કરવામા આવે છે. (મૂળમા ‘સયમ'પદ પછી રહેલો *ચ’કાર જ્ઞાનાદિ વિવક્ષિતફળની સિદ્ધિમાં અલગ-અલગ ઉપકારી છે. તેવા અવધારણા માટે છે.) કહ્યું જ છે કે→ “જ્ઞાન સન્માર્ગગમનમાટે દીવાસમાન છે. સમ્યક્ત્વ એ માર્ગથી પાછા ન હઠવામાટે છે. ચારિત્ર આશ્રવનિરોધક છે. અને તપઅગ્નિ કર્મકચરાને બાળે છે. (૧) (મૂળમા ‘તિ ંપિ,’ અહીં ‘અપિ’પદ જકારાર્થક છે.) ત્રણના જ (–અથવા ‘અપિ’ સંભાવનાસૂચક છે. શી સંભાવના કરવી છે? તે બતાવે છે.) જ્ઞાનાદિ ત્રણ પણ ક્ષાયિકના નહીં કે ક્ષાયોપશમિકાદિના સંયોગમા સકલકર્મમળના અભાવરૂપ મોક્ષ જિનશાસનમાં બતાવ્યો છે.
શંકા:- અહીં તમે જ્ઞાન, તપ અને સંયમની વાત કરી (તેમા તપ તો સંયમ-ચારિત્રમાં અન્તર્ભાવ પામી જાય તેમ માની લઇએ તો પણ) તમારા કહેવામુજબ જ્ઞાન-ચારિત્રથી જ મોક્ષનું પ્રતિપાદન થયું. જચારે તત્ત્વાર્થકારે તો ‘સમ્યગ્દર્શન..’ સૂત્રમા સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર આ ત્રણના સંયોગમા મોક્ષમાર્ગ બતાવ્યો છે. તેથી તમારું વચન આગમવિરુદ્ધ છે.
સમાધાન:- અહીં આગવિરોધ નથી. કેમકે સમ્યગ્દર્શનનો જ્ઞાનમા અન્તર્ભાવ થઇ જાય છે, કેમકે સમ્યગ્દર્શન વિના જ્ઞાનમાં જ્ઞાનપણું જ સંભવે નહીં. (એકના એક તત્ત્વની વિવક્ષાભેદમાત્રથી જ શિષ્યબુદ્ધિપરિકર્માદિ હેતુથી અલગ અલગરીતે વિભાજનઆદિ * ધર્મસગ્રહણિ-ભાગ ૨ - 251 + 4