________________
* * * * * * * * * * * * * * * * * * સર્વત્ર સિદ્ધિ * * * * * * * * * * * * * * * * * गमकं नान्यथा, लिङ्गलिङ्गिसंबन्धग्रहणं च प्रत्यक्षत एवाभ्युपगन्तव्यं नानुमानतोऽनवस्थाप्रसक्तेरतः प्रत्यक्षपूर्वकमेवानुमानमिति ॥ ११५५॥
ગાથાર્થ – અનુમાનથી પણ કેવી રીતે જાણી શકાય કે “આ સર્વજ્ઞ છે? અર્થાત ન જ જાણી શકાય. કેમકે તે અનુમાન પણ પ્રત્યક્ષપૂર્વક જ પ્રવૃત્ત થાય છે. “આવો નિર્ણય શી રીતે થયો તેવી શંકાનો જવાબ આ છે - આ અનુમાન હંમેશા લિંગ અને લિંગીના સંબંધનો બોધ થવા પૂર્વક જ નિર્ણાયક બને છે, અન્યથા નહીં, અને લિંગ-લિંગીના સંબંધનો બોધ પ્રત્યક્ષથી જ સ્વીકર્તવ્ય છે. અનુમાનથી માનવામાં અનવસ્થાદોષ આવે છે. (અનુમાનમાં કારણભૂત લિંગલિંગીસંબંધનો નિર્ણય જે અનુમાનથી થાય, તે અનુમાનમાં કારણભૂત લિંગ-લિંગીનો નિર્ણય કયા પ્રમાણથી? પ્રત્યક્ષથી માનવામાં પૂર્વોક્ત દોષ. અનુમાનથી માનવામાં ફરી નવા અનુમાનની કલ્પના..એમ અનવસ્થા આવે.) માટે અનુમાન પ્રત્યક્ષપૂર્વક જ હોય .૧૧પપા अस्तु प्रत्यक्षपूर्वकमनुमानं ततः को दोष इति चेत् उच्यतेશંકા- પ્રત્યક્ષપૂર્વક અનુમાન ભલે હો! તેથી શો દોષ આવશે? અહીં સમાધાનમાં કહે છે
તો પેમ્પફ નોમ ઝૂનારૂ निच्चपरोक्खत्तणओ लिंगेवि अतो च्चियानियमो ॥११५६॥ . (न च प्रत्यक्षेण सको गृह्यते लोकेऽन्यज्ञानस्य । नित्यपरोक्षत्वाद् लिङ्गेऽपि अत एवानियमः ॥
न च प्रत्यक्षेण 'तओ त्ति' सको लिङ्गलिङ्गिसंबन्धो गृह्यते । कुत इत्याह-लोकेऽन्यज्ञानस्य नित्यपरोक्षत्वात्, तथा च तस्मिन्नगृहीते कथं तेन सहाविनाभावहेतोः संबन्धस्य लिङ्गे निश्चयः? 'अतो च्चिय त्ति' अत एव च संबन्धग्रहणाभावादेव लिङ्गेऽपि लिङ्गत्वेनानियमः, 'तस्येदमेव लिङ्गमेतदेव वेति' नियमनिश्चयाभावः। तत्कथमनुमानेनापि सर्वज्ञ इति ज्ञायते ॥११५६॥
ગાથાર્થ:- સમાધાન:- તે લિંગ-લિંગીનો સમ્બન્ધ પ્રત્યક્ષથી પણ ગ્રહણ થતો નથી. કેમકે લોકમાં અન્ય જ્ઞાન (=અન્યનું જ્ઞાન) નિત્ય પરોક્ષ છે. (અર્થાત એક વ્યક્તિ માટે બીજી વ્યક્તિનું જ્ઞાન કયારેય પ્રત્યક્ષનો વિષય બનતું નથી.) આમ તે જ્ઞાનના ગ્રહણ વિના કેવી રીતે તેની સાથેના અવિનાભાવહેતરૂપે સંબંધનો નિર્ણય લિંગમાં થઇ શકે? (જૈનમતે અનુમાનગત સાધ્ય પોતાના હેતની હાજરીમાટે અવિનાભાવરૂપ હેતુ-કારણ છે, એટલે કે સાધ્ય વિના હેત ન જ હોય. પ્રસ્તુતમાં અન્યગતસર્વજ્ઞતા સાધ્ય છે. આ સાધ્ય અવિનાભાવે કોનો હેત બને છે? તેનો નિર્ણય થાય, તો એ જે હોય, તે પોતાના અસ્તિત્વમાં કારણભૂત સાધ્યની હજરીનું અનુમાન કરાવે. આ માટે સાધ્યનું અને સાધ્યને અવિનાભૂત એવા હેતનું પ્રત્યક્ષદર્શન થવું જરૂરી છે. અને એ બેવચ્ચે આવા સંબંધનો નિર્ણય થવો જોઈએ. પરંતુ સાધ્યમાં (અન્યગત સર્વજ્ઞતા) પ્રત્યક્ષ થવાની યોગ્યતા જ નથી. એટલે અવિનાભાવ સબન્ધ ગ્રહણ જ શી રીતે થશે? એટલે એ સાધ્ય માટે જેને પણ લિંગ માનીએ તેનામાટે શંકા ઉદ્ભવે જ, કે આ એ સાધ્ય સાથે અવિનાભાવ ધરાવે છે કે નહીં? કે અન્ય અવિનાભાવ ધરાવે છે? આમ સમ્બન્ધનો નિર્ણય ન થવાથી લિંગમાં પણ લિંગતાનો નિયમ થાય નહીં દા.ત. ‘તેનું આ જ લિંગ છે, અથવા પેલું જ છે આવા નિયમનો નિશ્ચય થાય નહીં.આમ અનુમાનથી પણ સર્વજ્ઞ છે તેવો નિર્ણય નહી થાય.) ૧૧૫દા आगममधिकृत्याह - હવે આગમને ઉદ્દેશી કહે છે
गम्मइ न यागमातो जं पुरिसकतो स होज्ज निच्चो वा ? ।
पुरिसकओ चिय सव्वन्नुरत्थपुरिसेहिँ भइयव्वो ॥११५७॥ (गम्यते न चागमाद्यत् पुरुषकृतः स भवेद् नित्यो वा ? । पुरुषकृत एव सर्वज्ञरथ्यापुरुषाभ्यां भक्तव्यः॥) न चागामात् प्रमाणादयं सर्वज्ञानीति गम्यते यस्मात्स आगमः किं पुरुषकृतः-पौरुषेयो भवेत् नित्यो वा ? पुरुषकृतोऽपि च सर्वज्ञकृतो वा स्यात् रथ्यापुरुषकृतो वा? ॥११५७॥
ગાથાર્થ:-આગમપ્રમાણથી પણ “આ સર્વજ્ઞાની છે તેવો નિર્ણય થઈ શકે તેમ નથી. બોલો આ આગમ પક્ષકૃત પૌરુષેય છે કે નિત્ય છે? જો પુરુષકત હોય, તો તેમાં પણ સર્વજ્ઞ અને રખડુ માણસથી–શેરીના સામાન્ય માણસથી ભજના : વિકલ્પ છે. અર્થાત જે આગમ પુરુષકત હોય, તો તે આગમ બનાવનાર પક્ષ કોણ છે? સર્વજ્ઞ છે કે સામાન્ય માણસ? a૧૧૫૭ વિ વાતઃઆ વિકલ્પોથી શું? તે બતાવે છે
* * * * * * * * * * * * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 251 + + * * * * * * * * * * * * *