________________
જ ન જ જ ન
* * * * * * * * * સમ્યકત્વ * * * * * * * * * * * * * * * * * *
વિકલતાને કારણે સ્વયં મોક્ષસાધકઅનુષ્ઠાન કરી શકતો નથી. તેથી ચારગતિમય સંસારમાં રહેતો હોવા છતાં રહેવા જેવું છે. તેમ માનીને નહીં, પણ નિર્વેદના પ્રભાવે “રહેવું પડે છે એમ માનીને રહેતો હોવાથી દુ:ખી થઈને રહે છે.) (મૂળમાં “અપિ"પદ જકારઅર્થક છે.) નિર્વેદયુક્ત હોવાથી જ સંસારભ્રમણથી દુ:ખી છે. અને તત્વજ્ઞાતા હેવાથી જ સ્વભાવથી મમત્વરૂપ ઝેરથી રહિત છે. ૮૧ના તથા – હવે અનુકંપાઅંગે કહે છે
दट्ठण पाणिनिवहं भीमे भवसागरम्मि दुक्खत्तं ।
अविसेसतोऽणुकंपं दुहावि सामत्थतो कुणति ॥८११॥ (दृष्ट्वा प्राणिनिवहं भीमे भवसागरे दुखार्तम् । अविशेषतोऽनुकम्पा द्विधाऽपि सामर्थ्यतः करोति ॥ __दृष्ट्वा प्राणिनिवहं-जीवसंघातं दुःखार्त-शारीरमानसैर्दुःखैरभिभूतं, क्व दृष्टेत्याह - भीमे- भयानके भवसागरेसंसारसमुद्रे अविशेषतः- आत्मीयेतरविचाराभावेन अनुकम्पां द्विधापि-द्रव्यतो भावतश्च, तत्र द्रव्यतः प्राशुकपिण्डादिदानेन, भावतो मार्गयोजनया, सामर्थ्यतः स्वशक्त्यनुरोधेन करोति ॥८११॥
ગાથાર્થ:- ભયાનક એવા સંસારસમુદ્રમાં શારીરિક અને માનસિક દુઃખોથી પીડાતા જીવોના સમુદાયને જોઇ સમગ્દષ્ટિ જીવ પોતાની શક્તિને અનુરૂપ સ્વ–પરના ભેદ વિના દ્રવ્ય અને ભાવથી અનુકમ્મા કરે છે. તેમાં નિર્દોષ અને અચિત્ત અનાદિના દાનથી દ્રવ્યઅનકમ્પા થાય છે. અને સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગમાં પ્રવેશ કરાવવાથી ભાવઅનુકમ્મા થાય છે. (આમ અનકમ્પાલક્ષણ પ્રવૃત્તિરૂપ છે, માત્ર વિચારધારારૂપ નીં. આમે ય લક્ષણોને બાલઉપાયભૂત કહ્યા છે, તેથી અનુકંપાના ઉપલક્ષણથી ઉપશમ, સંવેગ, નિર્વેદ પણ માત્ર પરિણામરૂપ કે વિચારધારારૂપ નથી પણ પ્રવૃત્તિમાં-બાહ્યવ્યવહારમાં ઝળકતા હોવા જરૂરી છે.) પ૮૧૧ તથા - હવે આસ્તિક્યઅંગે કહે છે.
मन्नति तमेव सच्चं नीसंकं जं जिणेहिं पन्नत्तं ।
सुहपरिणामो सव्वं कंखादिविसोत्तियारहितो ॥८१२॥ (मन्यते तदेव सत्यं निःशकं यद् जिनैः प्रज्ञप्तम् । शुभपरिणामः सर्वं काङ्क्षादिविसोतसिकारहितः ॥ मन्यते-प्रतिपद्यते तदेव सत्यं निःशङ्कं यत् जिनैः प्रज्ञप्तं शुभपरिणामः-साकल्येनानन्तरोदितगुणसमन्वितः सर्वसमस्तं, न तु किंचिन्मन्यते किंचिन्नेति, भगवत्यविश्वासायोगात् । किंविशिष्टः सन् इत्याह-'काङ्क्षादिविसोतसिकारहितः' काङ्क्षा-अन्यान्यदर्शनग्रहः, आदिशब्दाद्विचिकित्साटिपरिग्रहः, शङ्का तु निःशङ्कमित्यनेनैव गता, काङ्क्षादय एव विस्रोतसिका-संयमसस्यमङ्गीकृत्य अध्यवसायसलिलस्य विस्रोतोगमनं तया रहित इति ॥८१२॥
ગાથાર્થ:- કાંક્ષાઆદિદોષોથી રહિત અને ઉપરોક્ત સર્વગુણસંપન્ન હોવાથી શુભ પરિણામવાળો તે જિનેશ્વરે જે કંઇ કહ્યું છે તે બધું જ શંકા વિના–નિ:શંકરૂપે સત્યતરીકે સ્વીકારે છે. ભગવાનપર જરા પણ અવિશ્વાસ ન લેવાથી “અમુક સ્વીકારવું અને અમુક નહીં એવું નથી, પરંતુ બધું જ માન્ય છે. સમ્યકત્વનું આ આસ્તિક્ય લક્ષણ છે.
અહીં કાંક્ષા એટલે બૌદ્ધાદિ અન્ય દર્શનોપર રુચિ. આમ તો શંકા પ્રથમ નંબરનો દોષ છે. પણ નિઃશંક' કહેવાથી તે દોષનો નિષેધ ઉપર જ થઈ ગયો. તેથી કાંક્ષાદિ કહ્યું. અહીં આદિશબ્દથી વિચિકિત્સા વગેરે બીજા દોષો સમજી લેવા. શાસ્ત્રીયપરિભાષામાં “વિસ્રોતસિકા' કહેવાતા આ બધા દોષોથી રહિત લેય. વિસ્રોતસિકા એટલે પાણીનું માર્ગ છોડી ઉન્માર્ગગમન. અહીં સંયમ પાક (ધાન્યરૂ૫) છે, અને અધ્યવસાય પાણીરૂપ છે. શુભઅધ્યવસાયથી સંયમની વૃદ્ધિ થાય છે. જયારે આ અધ્યવસાય શંકાદિથી કલુષિત થાય છે, ત્યારે તે અધ્યવસાયનું વિસ્રોતગમન કહેવાય. પ૮૧રા उपसंहरन्नाह - ઉપસંહાર કરતા કહે છે –
एवंविहपरिणामो सम्मादिट्ठी जिणेहिं पन्नत्तो ।
एसो य भवसमुदं लंघइ थोवेण कालेणं ॥८१३॥ (एवंविधपरिणामः सम्यग्दृष्टिर्जिनैः प्रज्ञप्तः । एष च भवसमुद्रं लङ्घयति स्तोकेन कालेन ॥)
* * * * * * * * * * * * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 120 * *
* * * * * * * * * * * *