________________
* * * * * * * * * * * * * * * * * * * સમકત* * * * * * * * * * * * * * * * * *
निसर्गोपदेशरुची आज्ञासचबीजसूत्ररुचय एव । अधिगमविस्ताररुची क्रियासंक्षेपधर्मस्चयः ॥) इति । यद्येवं तर्हि तदेवेह कस्मान्नोक्तमित्यत आह-'ओहेणेत्यादि' ओघेन-सामान्येन तदपि दशप्रकारममीषां भेदानां क्षायोपशमिकादीनामभिन्नरूपमेव । तुरेवकारार्थः । एतेषामेव क्षायोपशमिकादिभेदानां केनचिपाधिभेदेन भेदविवक्षणात, संक्षेपारम्भश्चायमतो न. तेषामिहाभिधानमिति ॥८०५॥
ગાથાર્થ:- વળી, અહીં આજ્ઞાદિવિશેષણ (=ઉપાધિ)ના ભેદથી દસ પ્રકારે આ સમ્યકત્વની પ્રરૂપણા આગમમાં કરી છે. પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે (૧)નિસર્ગરુચિ (૨) ઉપદેશરુચિ (૩) આજ્ઞારુચિ (૪) બીજરુચિ (૫) સૂત્રરુચિ (૬) અધિગમરુચિ (૭) વિસ્તારરુચિ (૮) ક્રિયારુચિ (૯) સંક્ષેપરુચિ અને (૧૦) ધર્મરુચિ.
શંકા:- જો આમ હોય, તો તે ભેદો અહીં કેમ કહ્યા નહીં?
સમાધાન:- એમાં કારણ એ છે કે આ ભેદોના દસ પ્રકાર સાયોપશમિકાદિ ભેદોથી અભિન્નરૂપ છે. (મૂળમાં “તુ જકારઅર્થક છે.) ઉપરોક્ત માયોપથમિકાદિ જે ભેદો બતાવ્યા છે, તે ભેદોના જ આજ્ઞાદિ કો'ક ઉપાધિના ભેદથી આગમમાં દસ ભેદ બતાવ્યા છે. અહીં સંક્ષેપથી વિચાર કરવાનો છે તેથી એ ભેદો બતાવ્યા નથી. u૮૦પા સમ્યકત્વના લક્ષણો इदं च सम्यक्त्वमात्मपरिणामरूपत्वात् छद्मस्थेन दुर्लक्ष्यमिति तल्लक्षणमाह - આ સમ્યકત્વ આત્મપરિણામરૂપ હોવાથી પ્રસ્થનેમાટે દુર્લક્ષ્ય છે. તેથી તેનાં લક્ષણ બતાવે છે.....
तं उवसमसंवेगादिएहिं लक्खिज्जए उवाएहिं ।
आयपरिणामस्वं बज्झेहिं पसत्थजोगेहिं ॥८०६॥
(तदुपशमसंवेगादिभि लक्ष्यते उपायैः । आत्मपरिणामरूपं बाझैः प्रशस्तयोगैः ॥) तत्-सम्यक्त्वमात्मपरिणास्पमुपशमसंवेगादिभिः, उपशम उपशान्तिः, संवेगो मोक्षाभिलाष, आदिशब्दान्निर्वेदानुकम्पास्तिक्यपरिग्रहः, एभिरुपशमादिभिरुपायैर्बाह्यवस्तुविषयत्वात् प्रशस्तयोगैः- शोभनव्यापारसौलक्ष्यते- अधिगम्यते ॥८०६॥
ગાથાર્થ:- આ આત્મપરિણામરૂપ સમ્યકત્વ ઉપશમ, સંવેગવગેરે બાહ્યઉપાયભૂત પ્રશસ્ત-સુંદર–શુભચેષ્ટાઓથી લક્ષિત થાય છે. અહીં ઉપશાન્તિ ઉપશમ છે. મોક્ષાભિલાષ સંવેગ છે. આ બેના ઉપલક્ષણથી નિર્વેદ, અનુકમ્પા અને આસ્તિક્ય પણ
આદિ શબ્દથી ગ્રાહ્ય છે. આ ઉપશમાદિ બાહ્યવસ્તુવિષયક હોવાથી બાહ્યઉપાયભૂત છે. પ૮૦૬ાા તથા વાહ - આ જ વાત કરતાં કહે છે.
___एत्थ य परिणामो खलु जीवस्स सुहो उ होइ विन्नेओ ।
किं मलकलंकमुक्लं कणगं भुवि झामलं होइ? ॥८०७॥ (अत्र च परिणामः खलु जीवस्य शुभस्तु भवति विज्ञेयः । किं मलकलंकमुक्तं कनकं भुवि ध्यामलं भवति? ॥)
अत्र-सम्यक्त्वे सति परिणामः-अध्यवसायः, खलुरवधारणे, शुभ एव, तुरेवकारार्थः, जीवस्य भवति विज्ञेयो नत्वशुभः । अथवा किमत्र चित्रमिति प्रतिवस्तूपमामाह-'किमित्यादि' किं मलकलङ्करहितं कनकं भुवि ध्यामलं भवति? नैव भवतीति भावार्थः । एवमिहापि मलकलङ्कस्थानीयं प्रभूतं क्लिष्टं कर्म यदा क्षीणं भवति जीवस्य तदा नैव ध्यामलत्वतुल्योऽशुभपरिणामो भवतीति ॥८०७॥
ગાથાર્થ:- (મૂળમાં ખલ'અવધારણઅર્થે અને તે ઉ) જકારઅર્થે છે.) સમ્યકત્વની હાજરીમાં જીવનો અધ્યવસાય શુભ જ હોય છે અશુભ નહીં. અથવા તો આ બાબતમાં આશ્ચર્ય શું છે? તે દર્શાવવા પ્રતિવસ્તૃપમા બતાવે છે... મળકલંકથી રહિત સુર્વણ શું આ પૃથ્વીપર ક્યારેય ધ્યામલ (તેજહીન) હોઈ શકે? અર્થાત ન જ હોઈ શકે. એમ અહીં પણ મલકલંકતુલ્ય મોટા પ્રમાણમાં ક્લિષ્ટ કર્મ છે. જીવના એવા કર્મ જયારે ક્ષીણ થાય ત્યારે ધ્યામલતુલ્ય અશુભ પરિણામ હોતા નથી. (અહીં સમ્યકત્વની હાજરીમાં શુભ જ પરિણામ બતાવ્યો છે તે કઈ અપેક્ષાએ? એઅંગે વિચારતા કેટલાક મુદ્દા વિચારી શકાય. (૧) જયાં સુધી સમ્યકત રહે ત્યાં સુધી શુભ પરિણામ હેય. શુભ પરિણામ એટલે પવિત્રપરિણામ. પણ અહીં શ્રેણિક કૃષ્ણાદિના અંતિમ પરિણામોની અપેક્ષાએ દોષ આવે. એ જ પ્રમાણે અન્ય પણ સમીતીઓને વિષયાભિલાષાદિ અશુભ પરિણામ સંભવે છે. (૨) તીવ્રઅશુભકર્મબન્ધમાં કારણ ન બને તેવો પરિણામ. મિથ્યાત્વ
* * * * * * * * * * * * * * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 118 * * * * * * * * * * * * * * *