________________
* * * * * * * * * * * * * * * * * * * વિદેશ * * * * * * * * * * * * * * * * * * *
चैतत् प्रकृतं कल्पनामात्रं, यत्-यस्मात् दृश्यते च सम्यक्त्वादिकं, चो भिन्नक्रमे, न चैतत् दृश्यमानं सम्यक्त्वादिकं प्रकृतमनन्तरोक्तमन्तरेणोपपद्यते इति सम्यक्त्वाद्यन्यथानुपपत्त्या प्रकृतमवश्यमेष्टव्यं, न चैतत् प्रकृतमिष्टं यथोदितदैवपुरुषकारस्वरूपानभ्युपगमे युज्यते, ततो दृष्टेष्टबाधाभीतितो यथोदितस्वरूपावेव दैवपुरुषकारावेष्टव्यौ । तदेवं यत्-यस्मादेवमेव व्यवहारभावोपपत्ति न्यथा तेन कारणेन ये दैवादिस्वरूपाभिधानविषये विकल्पाः क्रियन्ते यथा-"दैवमात्मकृतं विद्यात्, कर्म यत् पौर्वदेहिकम् । स्मृतः पुरुषकारस्तु, क्रियते यदिहापरम् ॥१॥" इत्यादयस्ते सर्वेऽपि जातिविकल्पा-विकल्पाभासा वस्तुतत्त्वबहिर्भूता भवन्ति ज्ञातव्याः, तथाहि-नात्मव्यापारमन्तरेण कर्म स्वफलसाधनसमर्थं, “न च व्यापारशून्यस्य, फलं यत्कर्मणोऽपि ही" ति वचनात्, तत आत्मव्यापारलक्षण एव पुरुषकारो युज्यते, नत्विदानी क्रियमाणकर्मलक्षण इत्यादि सुधिया वाच्यम् । तदुक्तम्- “नेदमात्मक्रियाभावे, यतः स्वफलसाधकम् । ततः पूर्वोक्तमेवेह, लक्षणं तात्त्विकं तयोः ॥१॥ इत्यादि, 'ता' तस्मात् किमिहाधिकेन प्रसङ्गेन? विपक्षे दृष्टेष्टबाधाप्रदर्शनमात्रेणैव यथावस्थितदैवादिस्वरूपाधिगतेस्तद्विषयपरोक्तविकल्पानां जातिविकल्पावगमात् ॥७८७॥
ગાથાર્થ:- આમ પૂર્વદર્શિત લૌકિકવ્યવહારન્યાયના બળે જ ગ્રન્થિદેશની પ્રાપ્તિમાં કારણભૂત પરિણામવિશેષની ઉત્પત્તિ આદિ પ્રસ્તુતવાત સંભવે, અન્યથા નીં. વળી આ પ્રસ્તુતવાત માત્ર કલ્પનારૂપ નથી. કેમકે સમ્યકત્વવગેરે દેખાય છે. (મૂળમાં
નો અન્વયે દેશ્યતે પદસાથે છે.) વળી આ દેખાતે સમ્યગ્દર્શન પૂર્વોક્ત પ્રસ્તુત કથિતપદાર્થ વિના મુક્તિસંગત કરે નહિ આમ સમ્યક્ત્વની અન્યથાઅનુપપત્તિ ટાળવા પ્રકૃત (ન્વિદેશપ્રાપ્તિમાં કારણભૂત પરિણામવિશેષ) અવશ્ય ઇચ્છનીય છે. પણ પ્રકૃતની ઇષ્ટતા પૂર્વોક્ત દેવ-પુરુષાર્થના સ્વરૂપના અસ્વીકારમાં સંભવે નહીં..આમ દષ્ટ અને ઈષ્ટની બાધાના ભયથી પૂર્વોક્તસ્વરૂપે જ દેવ-પુરુષાર્થ ઇચ્છનીય છે. આ જ પ્રમાણે વ્યવહારભાવની ઉપપત્તિ (=સંભાવના) થઈ શકે અન્યથા નહીં. તેથી દેવઆદિના સ્વરૂપના સૂચનઅંગે બીજા વિકલ્પો કરે છે, જેમકે “જે પૂર્વભવીય શરીરગત આત્માએ કરેલું કર્મ છે. ( આત્માએ પૂર્વભવમાં કરેલી ક્રિયા) તે જ દૈવ ( ભાગ્ય) છે. અને અહીં (આ ભવમાં) જે કરાય છે તે જ પુરુષાર્થતરીકે સમ્મત છે” (યોગબિંદુ ગા. ૩૨૫) વગેરે. આ બધા જાતિવિકલ્પો છે, માત્ર વિકપાભાસ છે. વસ્તુતત્વથી દૂર રહેલા છે, કેમ કે “કર્મનું પણ ફળ પુરુષકારરહિતને હેતું નથી” (યોગબિંદુ ૩૨૧) એવું વચન છે. તેથી પુરુષાર્થ આત્મવ્યાપારરૂપ જ છે નહીં કે ક્રિયમાણ કર્મરૂપ' તેમ માનવું જ યોગ્ય છે. આ બધી વાતો સુજ્ઞ માણસોએ સમજી લેવી. કહ્યું જ છે કે કર્મ જીવવ્યાપાર વિના પોતાનું ફળ આપી શકે નહીં. તેથી પરસ્પર ઉપષ્ટભક એવા દૈવ-પુરુષકારનું પૂર્વોક્ત (યોગબિંદુ ગા.૩૧૯માં) બતાવેલું લક્ષણ જ તાવિક છે યોગબિંદુ ગા.૩૨૬) તેથી અહીં અધિક ચર્ચાથી સર્યું, કેમકે વિપક્ષમાં દેટ-ઈષ્ટબાધા દર્શાવવા માત્રથી જ દૈવાદિના યથાવસ્થિતસ્વરૂપનો ખ્યાલ આવી જાય છે. તેથી તે અંગેના બીજાઓએ કહેલા વિકલ્પો જાતિવિકલ્પરૂપે જ્ઞાત થાય છે. (અહીં ગા. ૭૮૩ થી દૈવ-પુરુષકાર સંબંધી ચાલતી ચર્ચા પૂ. હરિભદ્ર સુ.મ. રચિત યોગબિંદુગ્રંથમાં પણ દેખાય છે. જૂઓ ગા.૩૧૮ થી૩૩૯, તેમાં અહીં ટીકાકારે ટ્રેવ...માત્મતિ વિદ્યાર્ ઈત્યાદિ જે ગાથા લીધી છે, તે યોગબિંદુની ૩૨પમી ગાથા છે. “પ્રધાનના નામે માત્ર કર્મને જ ફળદ માનવાવાળા સાંખ્યમતના પ્રતિવિધાન જવાબરૂપે આ ગાથા બતાવી છે. ત્યાં ટીકાકારે આ ગાથાનો અર્થ આવો કર્યો છે... દેવ પૂર્વદેહથી ઉત્પન્ન થયેલું (પૂર્વભવમાં) જીવે મિથ્યાત્વાદિ હેતુઓથી જે કર્યું હોય ( બાંધ્યું હોય) તેવું કર્મ. અને પુરુષકાર તેવા પ્રકારના કર્મ હોવા છતાં વ્યવહારીઓ= સંસારી જીવોએ જે વાણિજયરાજસેવાદિ કરવાના થાય તે. (ગા. ૩૨૫) પ્રસ્તુતમાં (ધર્મસંગ્રહણિમા) શ્રી મલયગિરિજીએ આ ગાથાને જાતિવિકલ્પરૂપ બતાવી છે. તેઓએ પ્રાય: એ તાત્પર્યને નજરમાં લીધું છે કે, કેટલાક પૂર્વભવના પુરુષાર્થને કુતકર્મ અને વર્તમાનકાલીન પુરુષાર્થને ક્રિયમાણકર્મ માની આ બેવચ્ચે તાવિકભેદ સ્વીકારતા નથી અને કાં તો માત્ર પુરુષાર્થને અથવા માત્ર કર્મને જ ફળદ માને છે. આ તેઓનો અતિવિકલ્પ છે. કેમ કે કર્મ અને પુરુષકારવચ્ચે ઘણા મુદ્દાને લઇ તાત્વિકભેદ છે. (૧) ભૂતકાળના પુરુષાર્થનું સારું-નરસું ફળ વર્તમાનમાં કર્મના માધ્યમથી મળે..કર્મ વિના તે શકય નથી. (૨) કર્મ આત્મવ્યાપાર વિના ફળી ન શકે, અને આત્મવ્યાપાર કર્મને અનુરૂપ હોય છે (સામાન્યથી આમ પરસ્પર ઉપષ્ટભક છે. તેથી વર્તમાનપુરુષાર્થ માત્ર ક્રિયમાણકર્મરૂપ નથી, પણ પૂર્વકર્મને ફળ દેવામાં સહાયક પણ છે. (૩) બન્ને વચ્ચે બાધ્ય- બાધકભાવ છે. કયાંક કર્મ બળવત્તર હોય, તો પુરુષકારને બાધિત કરે છે (કર્મફળથી ભિન્ન પુરુષાર્થને નિષ્ફળ કરે છે,) કયાંક પુરુષાર્થ કર્મને બાધિત કરે છે જેથી કર્મ સ્વફળનો વિપાક (અનુભવ) કરાવ્યા વિના ખરી પડે.) સામાન્યથી અચરમાવર્તમાં કર્મથી પુરુષાર્થ બાધિત થાય છે, શરમાવર્તમાં પુરુષાર્થથી કર્મ બાધિત થાય છે. આમ પણ પુરુષકાર માત્ર ક્રિયમાણકર્મરૂપ નથી. (૪) કર્મ પ્રતિમાયોગ્ય લાકડા સમાન છે. કર્મમાં તેને ફળ દેવાની યોગ્યતા છે. પણ પુરુષાર્થરૂપ શિલ્પી પ્રતિમા ઘડે. અર્થાત ફળ દેવાનું કાર્ય પુરુષાર્થથી થાય. અને પછી જેમ પ્રતિમામાં યોગ્યતા રહેતી નથી તેમ કર્મમાં એ પછી ફળદાનયોગ્યતા રહેતી નથી (ઉદિત થયા પછી નિર્જરિત થાય છે અને માત્ર કાર્મણપુદગળરૂપ રહે છે.) (૫) કર્મ બીજા કર્મ કે જીવ૫૨ ઉપઘાત-અનુગ્રહ (કર્મનો કર્મપર ઉપધાતનેનાં ઉદયાદિ રોકવા૫ છે. અનુગ્રહ સ્વોદયાદિવખતે તેઓના પણ ઉદયાદિ કરવારૂપ છે.) સ્વત: કરી ન શકે, તેવા તેવા વીર્યપરિણામરૂપે પુરુષકારના આધારે જ તે શક્ય છે. (૬) દાનાદિકિયા સમાનતયા હોવા છતાં તેમાં જે તીવ્રાતીવ્ર શુભ પરિણામરૂપ આત્મવ્યાપાર ઉમેરાય છે, તે જ તજજન્ય કર્મનાં ફળમાં તક્તમભાવરૂપ વિચિત્રતાના નિયામક છે. અને (૭) કૃમ્નકર્મક્ષયરૂપ મોક્ષ પણ પુરુષકારનું 'કાર્ય છે. જે પુરુષકાર માત્ર ક્રિયમાણકર્મરૂપ જ હોત, તો કર્મની જ પરંપરા ચાલવાથી કોઈનો મોક્ષ થાત જ નહીં. આમ અનેક રીતે કર્મ-પુરુષકાર
* * * * * * * * * * * * * * * ધર્મસંગ્રહણિ -ભાગ ૨ - 109 * * * * * * * * * * * * *