________________
चरणपरिणामबीयं जं न विणासेइ कज्जमाणंपि । तमणुट्ठाणं सम्मं अववादपदं मुणेतव्वं ॥
જે કરાતુ અનુષ્ઠાન ચારિત્રપરિણામબીજનો નાશ ન કરે, તે જ સમ્યગ્ અપવાદપદરૂપ સમજવું.
सुहझाणस्स उ नासे मरणंपि न सोहणं जिणा बेंति । अन्नाणि (ची) वीरचरियं बालाणं विम्हयं कुणति ॥ ॥ १०२९ ॥
જો શુભધ્યાનનો નાશ થતો હોય, તો તે મરણ પણ સારું નથી’ એમ જિનો કહે છે. તેથી (તેવા મરણ માટે ઉદ્યત થયેલા) અજ્ઞાની વીરચરિત્ર અજ્ઞજીવોને જ વિસ્મય પમાડે, (નહીં કે ગુરુપરપરાથી આગમરહસ્યના જાણકારોને.)
अट्ठविपि य कम्मं मिच्छत्ताविरतिदुट्ठजोगा य । एसो य भावगंथो भणितो तेलोक्कदंसीहिं ॥ (૧) જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મ (૨) મિથ્યાત્વ (૩) અવિરતિ અને (૪) દુષ્ટયોગો આ ભાવગ્રથ છે, એમ ત્રૈલોક્યદર્શી ભગવાનોએ કહ્યું છે.
Io ૦ ૦ ૨૫
।।o ૦૭૬ ।।
मिच्छत्ते अन्नाणे अविरतिभावे य अपरिचत्तम्मि । वत्थस्स परिच्चातो परलोगे कं गुणं कुणइ ॥ (૧) મિથ્યાત્વ (૨) અજ્ઞાન અને (૩) અવિરતિભાવના અપરિત્યાગમાં વસ્ત્રનો પરિત્યાગ પરલોકમાં શું લાભ કરશે ?
नत्थि य सक्किरियाणं अबंधगं किंचि इह अणुट्ठाणं । चतितुं बहुदोसमतो कायव्वं बहुगुणं जमिह ॥ ॥ १०७५ ॥
સક્રિય જીવોને કોઇ પણ અનુષ્ઠાન અધિક નથી. તેથી જે બહુદોષયુક્ત હોય, તેનો ત્યાગ કરી, જે બહુગુણયુક્ત હોય તે અનુષ્ઠાન કર્તવ્ય છે.
भावियजिणवयणाणं ममत्तरहियाण नत्थि हु विसेसो । अप्पाणम्मि परम्मि य तो वज्जे पीडमुभयोऽवि ॥ ॥११०६॥
Io ૦૭૪॥
જિનવચનથી ભાવિત થયેલા અને મમત્વથી રહિતને સ્વ અને પરમાં કોઇ વિશેષ = ભેદ નથી. તેથી સ્વ-પર ઉભયની પીડાનો ત્યાગ કરવો જોઇએ.
जं चरणं पढमगुणो जतीण मूलं तु तस्स वि अहिंसा । तप्पालणे च्चिय तओ जइयव्वं अप्पमत्तेणं ।। ।।११२३॥
સાધુઓનો પ્રથમગુણ ચારિત્ર છે. અને ચારિત્રનું પણ મૂળ અહિંસા છે. તેથી તેના (= અહિંસા અને ચારિત્રના) પાલનમા જ અપ્રમત્ત થઇને પ્રયત્ન કરવો જોઇએ.
सव्वण्णुविहाणम्मि वि दिट्ठट्ठाबाधितातों वयणातो । सव्वण्णू होइ जिणो सेसा सव्वे असव्वण्णू ॥ ॥१३७२ ॥
સર્વજ્ઞ છે” એમ સિદ્ધ થયે દૃષ્ટ અને ઇષ્ટને અબાધિત વચનોના કારણે જિન (=વર્ધમાનસ્વામી વગેરે) જ સર્વજ્ઞ છે, સુગતઆદિ બીજાઓ નહીં.
रागादीणमभावा जम्मादीणं असंभवातो य । अव्वाबाहातो खलु सासयसोक्खं तु सिद्धाणं ॥
IK ૩૭૭ (૧) રાગ-દ્વેષાદિ દોષોનો અભાવ હોવાથી (૨) જન્મ-જરા-મરણાદિનો અસંભવ હોવાથી અને (૩) વિષયૌત્સુચનિવૃત્તિથી સતત તૃપ્તિરૂપ અવ્યાબાધ હોવાથી સિદ્ધ જીવોને શાશ્વત સુખ છે.