________________
यथाज्ञातवस्तुवादी, वस्तु वाचामगोचर इति वचनप्रामाण्यात्। यद्येवं तर्हि यथाज्ञातवस्तुवादिनमित्येतावदेव शोभनमलं वीतरागादिग्रहणेन, न,'चतुर्दशपूर्वपररादीनामपि यथाज्ञातवस्तुवादित्वसंभवात्, ततस्तद्व्यवच्छेदार्थ वीतरागादिग्रहणम्। भूयोऽप्येतद्विशेषणायाह-"अचिंतसत्तिमिति' अचिन्त्या-चिन्तातिक्रान्ता प्राकृतजनानामध्यवसातुमप्यशक्यत्वात् शक्ति:स्वप्रदेशः सकललोकाकाशप्रदेशपूरणसामर्थ्यादिलक्षणा यस्यास्ति सोऽचिन्त्यशक्तिस्तम्। नन्विदं विशेषणमपार्थकं, यथोक्तवीतरागत्वादिस्वरूपोपेतस्याचिन्त्यशक्तित्वव्यभिचाराभावात, सति च व्यभिचारसंभवे विशेषणोपादानमर्थवत्तामश्नुते, तदुक्तम्--"संभवे व्यभिचारे च विशेषणमर्थवद्भवति, यथा नीलोत्पलमिति' व्यभिचाराभावे तु तदुपादीयमानं न प्रयासमते अन्यमर्थ पुष्णाति, यथा कृष्णो भ्रमरः शुक्ला बलाकेति, तस्मादचिन्त्यशक्तिमित्यतिरिच्यते, न, अभिप्रायापरिज्ञानात, यस्मादिह यथोक्तवीतरागत्वादिस्वरूपोपेतोऽचिन्त्यशक्तिरेव नान्यथेति नियमार्थत्वेन स्वरूपपरिज्ञानार्थमिदं विशेषणम्, ततोऽनवद्यमेव। न चैकान्ततो व्यभिचारसंभव एव विशेषणोपादानम, उभयपदव्यभिचारे एकपदव्यभिचारे स्वम्पज्ञापने च शिष्टोक्तिषु तत्प्रयोगदर्शनात् । तत्रोभयपदव्यभिचारे यथानीलोत्पलम्, एकपदव्यभिचारे यथा-आपो द्रव्यं, पृथ्वी द्रव्यं, स्वम्पज्ञापने यथा-परमाणुरप्रदेश इति । यद्येवं तर्हि अचिन्त्यशक्तिमित्येतावदेव मनोहरं, वीतरागादिग्रहणं पुनरपार्थकम, न लोके मण्यादीनामपि अचिन्त्यशक्त्युपेततयाऽभ्युपगमात्, "अचिन्त्यो हि मणिमन्त्रौषधीनां प्रभाव' इतिप्रवादात, अतस्तत्कल्पो भगवान् मा प्रापदिति तद्व्यवच्छेदार्थ वीतरागादिग्रहणम्। एतैश्च विशेषणपदैरपायापगमातिशयादयश्चत्वारो मूलातिशया निर्दिष्टा वेदितव्याः — — — — —
- - --- -- માત્રથી વીતરાગત અને સર્વસત્વનો ખ્યાલ આવી જાય છે. તેથી ત્રિદાજિત આ એક વિશેષણ જ પર્યાપ્ત છે. વીતરાગ અને “સર્વજ્ઞ આ બે વિશેષણો નકામા છે.
સમાધાન :- દેવોથી પૂજાયેલા વીતરાગ અને સર્વત્ર હોય જ તેવો પણ એકાંત નિયમ નથી. જન્મસ્થઅવસ્થામાં રહેલા તથા વીતરાગભાવને નહિ પામેલા ગણધરભગવંતો વગેરે પણ દેવોથી પૂજાયા છે તેમ સંભળાય છે. તેથી તે ગણધરોવગેરેની બાદબાકી કરવામાટે વીતરાગ અને સર્વત્ર આ બન્ને વિશેષણો આવશ્યક છે.
(યથાજ્ઞાતવાસ્તવાદી વિશેષણની સાર્થક્તા). વળી આ નમસ્કણીયને વધુ વિશિષ્ટ બનાવવા મૂળકાર આચાર્ય બીજું વિશેષણ થાશાતવાવારિસ, બતાવે છે. વીતરાગ અને સર્વત્ર થયેલા ભગવાનને પ્રાપ્ત થયેલું કેવલજ્ઞાન ભૂતકાળના, વર્તમાનકાળના અને ભવિષ્યકાળનાં પદાર્થોના સંપૂર્ણ સ્વરૂપને પ્રકાશવા સમર્થ છે. આ કેવળજ્ઞાનથી વસ્તુનું સ્વરૂપ સત્ કે અસત્ રૂપ જેવું જેવું દેખાયું હોય તેવું તેવું જ કહેવાના સ્વભાવવાળો થાજ્ઞાતવસ્તુવાદી. અર્થાત કેવળજ્ઞાનથી યથાર્થજ્ઞાત થયેલા પદાર્થોનું યથાર્થરૂપે જ પ્રતિપાદનક્સનાર યથાસાતવસ્તુવાદી કહેવાય. નમરણીય ભગવાન મહાવીર યથાશાતવસ્તુવાદી હતા.
શંકા :- જે વ્યક્તિ વીતરાગ, સર્વજ્ઞ અને ત્રિદશક્તિ હોય તે વ્યક્તિ અવશ્ય યથાર્થવસ્તવાદી જ હોય તેમાં શંકા નથી. તેથી એ વ્યક્તિના સ્વરૂપની ઓળખાણ આપવા વ્યથાશાતવસ્તુવાદી વિરોષણનો પ્રયોગ કરવો વ્યર્થ છે. તેથી આ વિશેષણથી સર્યું.
સમાધાન :- નહિ. આ વિશેષણ ખબ આવશ્યક છે. કેમકે આ વિશેષણ વાદીઓના મતનો છેદ ઉડાડવા સમર્થ છે. કેટલાક પરવાદીઓ તેવાપ્રકારની ખોટી માન્યતા ધરાવે છે કે વીતરાગપણુંવગેરે વિશેષણોથી અલંત વ્યક્તિ પણ યથાજ્ઞાતવસ્તુવાદી ન હોઈ શકે. અહીં “વસુ વાણીનો વિષય બની શકે નહિ તેવા પ્રકારનું વચન પ્રમાણભૂત છે." પરવાદીઓની આ કમાન્યતાનો વ્યવચ્છેદ કરવાદ્વારા વ્યથાસાતવસ્તુવાદી વિરોષણ સાર્થક બને છે. આ વિશેષણથી નિશ્ચિત થાય છે કે વીતરાગપણુંઆદિ ભાવોને પામેલી વ્યક્તિ વસ્તુનું યથાર્થ નિરૂપણ કરી શકે છે. તેથી વસ્તુ કથંચિત વાણીનો વિષય બની શકે છે. અને તેમ સ્વીકારવાથી જ બધા વ્યવહાર વગેરે સુસ્થ બને છે.
અંક :- અસ્ત ! તો પછી આ વ્યથાજ્ઞાતવાસ્તવાદી એક જ વિશેષણ પર્યાપ્ત છે. આ વિરોષણમાત્રથી વીતરાગ અર્થનું અર્થત: જ્ઞાન થઈ જશે. “અબજપતિ કહેવાથી જ લખપતિ અને કરોડપતિનું ગાન થઈ જાય છે. પછી ભલખપતિ કોમ્પતિ છેવાની આવશ્યક્તા નથી.
સમાધાન :- તમારું જ્ઞાન અધરે છે. ચૌદપૂર્વધને સમસ્ત ઋતજ્ઞાનના પારગામી હોય છે. તેથી તેઓ પણ યથાર્થવખવાદ સંભવે જ છે. તેથી જ તેઓની દેશના વળીની દેશના તુલ્ય ગણાય છે. આ ચૌદપૂર્વધશે વીતરાગપણ વગેરે ભાવને પામ્યા નથી. તેથી તેઓને અહીં નમસ્કાર્યની ટિમાંથી દૂર કરવા દ્વારા વીતરાગ વગેરે વિશેષણો સાર્થક છે.
- (અચિજ્યશક્તિ વિશેષણની સરાહનીયતા) વળી નમસ્કરણીય પરમાત્માને અન્ય વિશેષણથી નવાજે છે. અચિજ્યવ્સામાન્ય માણસ જેનો વિચાર પણ ન કરી શકે તેવી શક્તિથી યુક્તશક્તિ પોતાના આત્મપ્રદેશદ્વારા આખા લોકકાશના તમામ આકાશ પ્રદેશને પૂરવાનું સામર્થ્ય વગેરે
1. प्ररूपणामाश्रित्य श्रुतकेवलिनः केवलितुल्यत्वात् । 2. भावाईन्त्यनिबन्धनत्वादेषाम् ।
થર્મસાહસિ ભાગ-