________________
શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ
વહીવટનો અને કટિસૂત્ર તથા કચ્છોટ સહિત લેપ કરવાનો શ્વેતાંબરોને અધિકાર મળ્યો. આથી શ્વેતાંબરોએ તરત જ સને ૧૯૨૪ માં લેપ કરાવ્યો. જો કે આ વખતે દિગંબરોએ કોર્ટમાં અટકાવવા (Stayની) માગણી કરી હતી, પણ તે મંજૂર થઈ નહોતી. આથી તેમણે તેમના પૂજાના ટાઈમ દરમ્યાન રોજ ગરમ ઉકળતા દૂધ અને પાણીના પ્રક્ષાલ કરીને લેપને ધોઈ નાંખવાનો પ્રયત્ન કર્યો અને લેપને ઘણું નુકસાન પહોંચાડયું. આ રીતે દિગંબરો તેમને મળેલા પૂજાના અધિકારનો સદુપયોગ (!) કરીને રાજી થયા. ત્યારબાદ તેમણે પ્રિવી કાઉન્સીલમાં અપીલ કરી તેનો પણ ચૂકાદો નાગપુરના ચૂકાદાની જેમ શ્વેતાંબરોની તરફેણમાં જ આવ્યો. આથી વૃિદ્ધં સુનું ભવતિ । એ ન્યાયથી શ્વેતાંબરોનો અધિકાર પાર્કપાકો થઈ ગયો. એટલે શ્વેતાંબરોએ મંદિરમાં રીપેરીંગ કામની શરૂઆત કરી. એ પ્રમાણે શ્વેતાંબરોએ મૂર્તિને લેપ કરાવવાની પણ સને ૧૯૩૪ માં તૈયારી કરી; પરંતુ દિગંબરોએ તે સામે વાંધો ઉઠાવ્યો અને સીવીલ પ્રોસીજર કોડની ૪૭ મી કલમને
આધારે આકોલાની કોર્ટમાં તેમણે અરજી (Application) કરી કે-શ્વેતાંબરોને પ્રિવી કાઉન્સીલના ચૂકાદાથી લેપ કરવાનો ભલે અધિકાર મળ્યો હોય, પણ તેમાં લેપ ક્યારે કરવો તેમજ લેપમાં કટિસૂત્ર અને કચ્છોટની પહોળાઇ તથા જાડાઈનું પ્રમાણ કેટલું રાખવું, એની કશી સૂચના ન હોવાથી જ્યાં સુધી કોર્ટ તરફથી એ વિષે નિર્ણય કરવામાં ન આવે ત્યાં સુધી શ્વેતાંબરોને લેપ કરવાની રજા ન મળવી જોઈએ, શ્વેતાંબરોએ આ સામે વાંધો ઉઠાવ્યો કે સિવીલ પ્રોસીજર કોડની ૪૭ મી કલમ નીચે આ અરજી થઇ શકતી નથી. આકોલાની કોર્ટના ન્યાયાધીશે શ્વેતાંબરોની આ દલીલને મંજૂર રાખી અને ૧૧-૧-૧૯૩૭ ના ઓર્ડરથી દિગંબરોની અરજી કાઢી નાંખી એટલે દિગંબરોએ તરત નાગપુરની હાઇકોર્ટમાં અપીલ કરી. હાઇકોર્ટે દિગંબરોની અરજી મંજૂર રાખી અને લેપની રીત નક્કી કરવા માટે આ કેસને આકોલાની કોર્ટ ઉપર પાછો મોકલી આપ્યો. કેસ ચાલ્યો અને તેમાં દિગંબરોએ કટિસૂત્ર અને કચ્છોટના ચિન્હને બહું જ આછાપાતળા અને બારીક બનાવવાની માગણી કરી શ્વેતાંબરોએ કહ્યું કે ભૂતકાળમાં અંતરિક્ષજીની મૂર્તિના
૬૧