________________
૮ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ
પછી આચાર્ય મહારાજની સ્તુતિથી અધિષ્ઠાયક દેવે જેમાં સંક્રમણ કરેલું છે એવા (દેવાધિષ્ઠિત) શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાને સર્વજનોના દેખતાં આકાશમાંથી ઉતરીને શ્રાવકોએ બંધાવેલા ચૈત્યમાં સ્વયં પ્રવેશ કર્યો. ત્યાં પણ ભૂમિથી સાત આંગળ ઊંચે અદ્ધર રહેલા ભગવાનની વિ. સં. ૧૧૪૨ ના મહા સુદ પંચમી ને રવિવારને દિવસે વિજયમુહૂર્તમાં આચાર્ય મહારાજે વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરી. સાથે ભગવાનની આગળ ડાબે પડખે તીર્થરક્ષા માટે આચાર્ય મહારાજે શાસનદેવની પણ સ્થાપના કરી.
તે વખતે ઇલચરાજાએ ભગવાનના મસ્તક ઉપર અનેક પ્રકારના રત્નોથી સુશોભિત મુગટ ચડાવીને, કાનમાં કુંડલો પહેરાવીને, કપાલમાં હીરાનું તિલક ચડાવીને, અમૃતવર્ષી ચક્ષુ સ્થાપન કરીને, કંઠમાં મોતીનો હાર પહેરાવીને, અંગે સોનાની આંગી ચડાવીને, મસ્તક પાછળ ભામંડળ સ્થાપન કરીને, મસ્તક ઉપર શ્વેત છત્ર બાંધીને, સંઘવીની માળા પહેરીને તથા ગુરૂમહારાજનો વાસક્ષેપ મસ્તક ઉપર નંખાવીને અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનારી આરતીને ઉતારી. પછી જિન-પૂજા માટે રાજાએ ત્યાં એક નગર વસાવ્યું અને શ્રીમાન (પ્રભુ)નો વાસ થયો હોવાથી તેનું શ્રીપુર એવું નામ રાખ્યું. જ્યાંથી ભગવાન નીકળ્યા હતા તે કૂવાના પાણીથી બધાને ઉપકાર થાય તે માટે રાજાએ ત્યાં કુંડ બંધાવ્યો. રાજાની વિનંતિથી ત્યાં ચાતુર્માસ કરીને પછી ભવ્યજીવોને પ્રતિબોધતા ગુરૂમહારાજ મલધારી શ્રી અભયદેવસૂરિજી અન્યત્ર વિહાર કરી ગયા.
(આ પ્રમાણે અંતરિક્ષજી સંબંધી સર્વ ઈતિહાસ જણાવીને પદ્માવતી દેવીએ ભાવવિજયજી ગણીને કહ્યું કે−) માટે હે ભાવવિજય ! તું પણ તે જ શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ પ્રભુજીનો આશ્રય લે કે જેથી તારી ચાલી ગયેલી બંને આંખો તને ફરીથી પ્રાપ્ત થશે.
(શ્રી ભાવવિજયજી ગણી શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ સ્તોત્રમાં જણાવે છે કે-) આ પ્રમાણે પદ્માવતી દેવીની રાત્રે વાણી સાંભળીને મેં ગુરૂભાઇ તથા શ્રાવકોને બધી હકીકત કહી. પછી ત્યાંથી શ્રાવકોનો સંઘ સાથે
3