________________
શ્રી વજસ્વામી ચરિત્ર
91
એ પ્રમાણે દેવતાઓને પણ સ્તુતિ કરવા લાયક અને જિન-ઉપનિષદુના કંઈપણ તત્ત્વરૂપ, સંપત્તિના હેતુરૂપ અને ભવસાગરથી નિતાર પામવાને સેતુરૂપ એવું આ શ્રી વજસ્વામીનું ચરિત્ર ભવ્યાત્માઓને આનંદ આનંદ આપો અને યાવચંદ્ર દિવાકરૌ જયવંત વર્તો.
શ્રીચંદ્રપ્રભસૂરિના પરૂપ સરોવરમાં હંસ સમાન તથા શ્રીરામ અને લક્ષ્મીના પુત્ર શ્રીપ્રભાચંદ્ર સૂરિએ મન પર લેતાં શ્રી પ્રદ્યુમ્નસૂરિએ તપાસીને શુદ્ધ કરેલ (નિર્મળ કરેલ), શ્રી પૂર્વ મહર્ષિઓના ચરિત્રરૂપ રોહણાચલમાં આ શ્રી વજસૂરિના ચરિત્રરૂપ પ્રથમ શિખર સંપૂર્ણ થયું.
જેમની મૂર્તિ અષ્ટાપદની શોભાયુક્ત છે, જેમની દિવ્ય શોભા વિમલાચલની જેમ તારનાર છે, જેમની ' નિર્દોષ મતિ દુઃખી પ્રાણીઓને સુખ આપનાર છે, જેમનો પ્રભાવ, દુર્જનોનું સ્તંભન કરનાર છે, જેમનું ચિત્ત ઉજ્જયંતમાં સ્થિતિ કરનાર અને જેમનો યશ સુંદર અને અનુપમ છે, તથા જે અગણિત ગુણથી જયવંત વર્તે છે એવા હે શ્રી પ્રદ્યુમ્નસૂરિ ! તમે જ તીર્થરૂપ છો.