________________
શ્રી હેમચંદ્રસૂરિ ચરિત્ર
341
એમ ગુરુની આજ્ઞાને માન આપીને રાજાએ તે કાર્યબંધ રાખ્યું.
એ પ્રમાણે શ્રીજિનશાસનની સર્વત્ર અસાધારણ પ્રભાવના કરતા અને મિથ્યાત્વરૂપ પર્વતને ભેદવામાં વજ સમાન એવા શ્રી હેમચંદ્રસૂરિ શોભવા લાગ્યા.
એવામાં એક વખતે લોલાક ચૈત્યની આગળ ક્ષેત્રપાળના મંદિરમાં માંસથી ભરેલ રામપાત્ર દંડાધિપના જોવામાં આવ્યું, એટલે અન્યાયીનો સંહાર કરનાર શંકર જેવા ત્રિલોચન નામના કોટવાળને બતાવ્યું, ત્યારે અસંખ્ય જનોના સંચારમાં પદ (પગ) ન મળવાથી તપાસ કરતાં તે મતિમાનને એક ઉપાય હાથ લાગ્યો. પછી તેણે બધા કુંભારોને બોલાવીને દરેકને તે રામપાત્ર બતાવતાં પૂછ્યું કે – “આ કોણે બનાવેલ છે.” ત્યારે તેમાંનો એક બોલ્યો – “એ મેં બનાવેલ છે. નફૂલેશ રાજાના લક્ષ નામના સ્થગીધર સેવકે તેવાં એકસો રામપાત્ર મારી પાસે કરાવ્યાં છે.' પછી તેમને વિસર્જન કરીને કોટવાલે તે વાત રાજાને નિવેદન કરી. વળી રાજાએ કેલ્હણ નામના મંડલેશ્વરને જણાવ્યું કે “આજ્ઞાભંગના અપરાધથી દેશને આબાદ કરવાનો તારો પ્રયત્ન ધિક્કારવા લાયક છે.” એટલે તે બોલ્યો કે – “હે સ્વામિનું એ શું? હું કાંઈ જાણતો નથી.’ આથી તેણે કુંભારે કહેલ સ્થગીધરનું ચરિત્ર કહી સંભળાવ્યું. જેથી વિલક્ષ થયેલા લક્ષ સ્થગીધરને મારીને તેણે સ્વામીને સંતોષ પમાડ્યો. પછી ચૈતર, માઘ અને આસો મહિનાના મહોત્સવમાં દેવીઓ અહિં સાચી પ્રમોદ પામી. કારણ કે ગુણમાં મત્સર કોણ ધારણ કરે ? એટલે કપૂર પ્રમુખ ભોગ, બલિ અને મોદકાદિકથી સંતોષ પામેલ તે દેવીઓ બીભત્સ, મદ્ય, માંસમાં અનાદરવાળી બની ગઈ. તે વખતે શૈવાચાર્યો પણ મિથ્યાધર્મમાં આદરરહિત થયા અને વંદન કરવાને માટે જટામાં સ્થાપનાચાર્યને ધારણ કરવા લાગ્યા. શ્રીવીતરાગની પૂજા કરીને તેઓ પરમેષ્ઠિ નમસ્કારનું પરાવર્તન કરવા લાગ્યા. કારણ કે રાજાએ માન્ય કરેલ ધર્મના લોકો પણ આદરથી સ્વીકાર કરે છે.
સચરાચર પ્રાણીઓને અભયદાન આપવામાં કુશળ, મિથ્યાષ્ટિરૂપ નદીથી પાર ઉતરવાને ચરણ (શરણ) રૂપ, રત્નરાશિ આપનાર, સ્વ અને પર આગમના પ્રગટ તત્ત્વને જાણનાર તથા ચંદ્રકુળમાં મુગટ સમાન એવા શ્રી હેમચંદ્ર પ્રભુ જયવંત વર્તે છે. એ આચાર્યું પંચાંગ વ્યાકરણ, પ્રમાણશાસ્ત્ર, પ્રમાણમીમાંસા, છંદશાસ્ત્ર અને અંલકાર ચુડામણિ શાસ્ત્રો રચ્યાં છે. વળી કવિતારૂપ નદીના ઉપાધ્યાય સમાન એકાર્થ, અનેકાર્થ, દેશીનામમાળા અને નિઘંટુ એ ચાર શબ્દકોશ બનાવ્યા. તેમજ જગતનો ઉપકાર કરવાની ઇચ્છાવાળા તેમણે ત્રિષષ્ઠિ શલાકાપુરૂષોના ચરિત્ર તથા ગૃહસ્થ (શ્રાવક) વ્રતના સંબંધમાં અધ્યાત્મયોગશાસ્ત્રની રચના કરી છે. વળી વ્યાકરણ અને સાહિત્યના લક્ષણને બતાવનાર દ્વયાશ્રય મહાકાવ્ય બનાવેલ છે, તેમજ વીતરાગના અદ્ભુત વીશ સ્તવનો રચ્યાં છે. એ પ્રમાણે તેમણે બનાવેલ ગ્રંથો કેટલા છે, તેની સંખ્યા મળવી મુશ્કેલ છે તો મારા જેવા મંદબુદ્ધિ તે ગ્રંથોના નામ પણ ક્યાંથી જાણતા હોય ?
એકવાર રાજાની આગળ શ્રી હેમચંદ્ર ગુરુએ વ્યાખ્યાન કરતાં શ્રી શત્રુંજ્યની સ્તુતિ અને શ્રી રૈવતાચલની પણ સ્તુતિ કરી, એટલે તેમના ઉપદેશરૂપ દીપકથી અજ્ઞાનરૂપ અંધકારનો નાશ થતાં ઇન્દ્ર સમાન ઉજ્જવળ કીર્તિ ધારી રાજાએ તીર્થયાત્રા કરવાનો નિશ્ચય કર્યો. પછી પગે ચાલી પાંચ પાંચ ગાઉના પ્રયાણ કરતાં, ઉપાનહ વિના ચાલતા ગુરુ સાથે તે સત્વર વલભીપુર પાસે આવ્યો. ત્યાં સ્થાપ અને ઈર્ષાલુ નામના બે પર્વતોની તળેટીમાં પ્રભાતે ગુરુ મહારાજે આવશ્યક ક્રિયા કરી. એવામાં ભાવનાથી ભારે સંતુષ્ટ થયેલ અને પ્રભુપણાથી