________________
20.
શ્રી પ્રભાવક ચરિત્ર
તે પછી સંપ્રતિ રાજાએ એ તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને એ કાર્યમાં બન્નરોએ ઉપસર્ગ કર્યો જેનું નિવારણ ગુણસુન્દર શિષ્ય કાલકાચાર્યું કર્યું હતું.
તે પછી સિદ્ધસેન દિવાકરના ઉપદેશથી વિક્રમાદિત્ય રાજાએ એ તીર્થનો ઉદ્ધાર કર્યો હતો. વીર સંવત ૪૮૪માં આ તીર્થમાં આર્યખપટ નામના આચાર્ય થયા જેમણે બૌદ્ધ વ્યન્તર અને બૌદ્ધ દર્શનિઓના કબજામાંથી આ તીર્થ છોડાવ્યું.
વીર સંવત્ ૮૪૫માં વલભીનો ભંગ તુરૂષ્ક લોકોએ કર્યો અને તે પછી તે ભરૂચનો નાશ કરવા આવતા હતા, પણ સુદર્શના દેવીએ તેમને પાછા હઠાવ્યા.
વીર સંવત ૮૮૪માં મલવાદીએ બૌદ્ધ અને તેમના વ્યન્તરો ઉપર જીત મેળવી.
સાતવાહન નામના રાજાએ આ તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને પાદલિપ્ત સૂરિએ એના ધ્વજદણ્ડની પ્રતિષ્ઠા કરી.
આર્યખપટના વંશમાં થયેલ આ. વિજયસિંહસૂરિએ સંયમોદ્ધાર (ક્રિયોદ્ધાર) કરીને શત્રુંજય, ગિરનાર આદિની તીર્થયાત્રા નિમિત્તે કાઠિયાવાડ તરફ વિહાર કર્યો, તે વેલા તેમને ગિરનાર ઉપર અંબાદેવીએ પ્રસન્ન થઈને સિદ્ધગુટિકા આપી હતી.
એજ પ્રસંગે અમ્બાદેવીના પૂર્વ ભવની કથા પણ લખી છે. વિજયસિંહસૂરિએ સ્વરચિત “નેમિઃ સમાહિતધિયાં” આ પદથી શરૂ થતા સ્તોત્રથી ગિરનાર ઉપર નેમિનાથની સ્તવના કીધી હતી તે પછી તેઓ વિહાર કરતા પાછા ભરૂચ આવ્યા હતા.
એક દિવસે ભરૂચમાં આગ લાગી જેથી લગભગ આખું શહેર બળીને ભસ્મ થયું, એમાં મુનિસુવ્રતનું પ્રસિદ્ધ શકુનિકાવિહાર ચૈત્ય અને તેમાંની પાષાણ અને પીતલ વગેરેની મૂર્તિઓ પણ બળી ગઈ, ફક્ત એક મુનિસુવ્રતનું મૂળબિંબ અખંડિત રહ્યું. આ નગરદાહમાં બળેલ ચૈત્યનો પુનરૂદ્ધાર કરવા માટે વિજયસિંહસૂરિએ નગરમાંથી ૫000 પાંચ હજાર રૂપિયા એકઠા કર્યા અને શિલ્પીઓને રોકીને શ્રેષ્ઠ કાષ્ઠનું દહેરું તૈયાર કરાવ્યું અને તે અતિ જીર્ણ થયું ત્યારે ઉદયન મંત્રીના પુત્ર અંબડે આ ચૈત્યનો જીર્ણોદ્ધાર કરાવીને સંવત્ ૧૧૧૬માં પ્રસિદ્ધ આચાર્ય હેમચન્દ્રસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી.
એ પછી વિજયસિંહસૂરિના સ્વર્ગવાસનું સૂચન કરીને ગ્રન્થકાર કહે છે કે હજી પણ એમના વંશમાં પ્રભાવક આચાર્યો ઉત્પન્ન થાય છે. હવે આ પ્રબન્ધમાંની કેટલીક ઘટનાઓ વિષે વિચાર કરીએ.
સંપ્રતિ રાજાએ શકુનિકાવિહારનો જીર્ણોદ્ધાર કરાવ્યો તે વખતે ગુણસુંદરનાં શિષ્ય કાલકાચાર્યની વિદ્યમાનતા આ પ્રબન્ધના લેખકે જણાવી છે. પટ્ટાવલિઓમાં સંપ્રતિનો સ્વર્ગવાસ વીર સંવત્ ૨૯૫ અથવા ૨૯૩ માં હોવાનો ઉલ્લેખ મળે છે. જ્યારે યુગપ્રધાન પટાવલિઓની ગણના પ્રમાણે કાલકાચાર્યે વી. સં. ૩૦૦માં દીક્ષા લીધી અને ૩૩૬માં તે યુગપ્રધાન થયા હતા. આવી રીતે સંપ્રતિના મરણ પછી ૫-૭ વર્ષે કાલકની દીક્ષા થવાથી સંપ્રતિના સમયમાં તેમની વિદ્યમાનતા સંભવતી નથી, પરંતુ અમારી ગણના પ્રમાણે સંપ્રતિ વી. સં. ૨૯૫માં ગાદીએ બેઠો હોવાથી કાલક સામાન્ય શ્રમણાવસ્થામાં તેના સમકાલીન હોઈ શકે.
શકુનિકાવિહારનો ઉદ્ધારક વિક્રમાદિત્ય અને તેના ઉપદેશક આચાર્ય સિદ્ધસેનદિવાકરના સમય પરત્વે