________________
શ્રી પાદલિપ્તસૂરિ
અર્થાત્—આત્રેય પંડિતે કહ્યું–પાચન થયા પછી ભોજન કરવું તે વૈદ્યકનો સાર છે. કપિલ કહે—પ્રાણિઓની દયા કરવી તે ધર્મશાસ્ત્રનો સાર છે. બૃહસ્પતિ કહે—કોઈનો વિશ્વાસ ન કરવો તે રાજનીતિ શાસ્ત્રનો સાર છે. અને પાંચાલ વિદ્વાન કહે–સ્રીઓને વિષે કોમલપણું રાખવું તે કામશાસ્ત્રનો સાર છે.’
પણ્ડિતોના આ વક્તવ્યની રાજાએ પ્રશંસા કરીને તેમને દાન આપ્યું, પણ રાજાના પરિવારે પણ્ડિતોની પ્રશંસા ન કરી, પણ્ડિતોએ આ વિષે રાજાને પૂછ્યું; રાજાએ ભોગવતી ગણિકાને પણ્ડિતોની સ્તુતિ કરવા કહ્યું, પણ તેણીએ કહ્યું કે હું પાદલિપ્તસૂરિ સિવાય બીજા કોઈની સ્તુતિ કરતી નથી, આમ કહીને તેણીએ આ પાદલિપ્તના ગુણોની સ્તુતિ કરી. એ સાંભળી રાજાના સંધિવિગ્રહિક શંકરે ઇર્ષ્યા કરીને કહ્યું કે આકાશમાં ઉડવું એમાં કંઈ મહત્વ નથી. એ કામ તો પોપટ વિગેરે પક્ષિઓ પણ કરે છે; પણ જે મરીને જીવતા થાય તેમનું અમે પાંડિત્ય કબુલ કરીએ, આ સાંભળી ભોગવતીએ કહ્યું—આ વાત પણ તે મહાત્મામાં સંભવિત છે.
· સાતવાહને એ પછી કૃષ્ણને પૂછીને પાદલિપ્તને માનખેટથી પ્રતિષ્ઠાનપુર બોલાવ્યા, અને મહોત્સવ પૂર્વક નગર પ્રવેશ કરાવ્યો. બૃહસ્પતિ પંડિતે પાદલિપ્તની પરીક્ષા માટે ગરમ કરેલ ઘીથી ભરીને કચ્ચોલું તેમની પાસે મોકલ્યું; પાદલિપ્તે તે ઘીમાં સૂઈ થંભાવીને પાછું મોકલ્યું જે જોઈને બૃહસ્પતિ ખિન્ન થયો.
15
પાદલિપ્તે રાજાની આગળ પોતાની તરંગલોલા (તરંગવતી) કથાનું વ્યાખ્યાન કર્યું. જે સાંભળી પાંચાલ કવિને ઘણી ઈર્ષ્યા થઈ, તેણે કહ્યું : બૈરા અને છોકરાંઓ સમજે એવી પ્રાકૃત ભાષામાં બનાવેલી આ કથા પણ્ડિતોનું મનોરંજન કરે તેમ નથી.
એકવાર પાદલિપ્તે પ્રાણ કપાળે ચઢાવીને પોતાનું કપટમૃત્યુ બતાવ્યું, લોકોમાં તેમનું મૃત્યુ થયાના સમાચાર ફેલાણા અને માંડવીમાં શરીર સ્થાપન કરીને સાધુઓ ઉઠાવીને પરઠવવા ચાલ્યા. વાજિંત્ર શબ્દપૂર્વક માંડવી પાંચાલ કવિના ઘરની આગળ થઈને ચાલી તે વેળા પાંચાલે પાદલિપ્તના મરણ નિમિત્તે પોતાનો શોક પ્રગટ કર્યો અને કહ્યું
-
"सीसं कह वि न फुट्टं, जमस्स पालित्तयं हरन्तस्स । जस्स मुहनिज्झराओ तरंगलोला नई वूढा ''
પાંચાલના આ કથન પછી તરત જ આચાર્ય બોલ્યા – ‘પાંચાલના સત્ય કથનથી હું પાછો જીવતો થયો છું,' આ બનાવથી લોકો ઘણા હર્ષિત થયા અને ઈર્ષ્યાળુ પાંચાલની નિન્દા થઈ, રાજા પણ આ ગુણદ્વેષી કવિ ઉપર ગુસ્સે થયો પણ આચાર્યે તેને શાન્ત કર્યો.
કર્યો.
પાદલિપ્તસૂરિએ દીક્ષા અને પ્રતિષ્ઠાવિધિ વિષયક “નિર્વાણ કલિકા” નામનો ગ્રન્થ રચ્યો, જ્યોતિષ વિષયમાં “પ્રશ્નપ્રકાશ” નામના ગ્રંથનું નિર્માણ કર્યું. પ્રબન્ધમાં આ બે જ ગ્રન્થોનો ઉલ્લેખ છે છતાં સૂત્રોની ચૂર્ણિઓમાં પાદલિપ્તકૃત “કાલજ્ઞાન” નામના ગ્રંથનો અનેક સ્થળે ઉલ્લેખ આવે છે.
પાદલિપ્તના ગૃહસ્થ શિષ્ય નાગાર્જુનના ગ્રન્થો વિષે અહીં ઉલ્લેખ નથી. પણ ‘યોગરત્નાવલી' ‘યોગરત્નમાલા,’ ‘કક્ષપુટી' આદિ ગ્રન્થો નાગાર્જુન કૃત મનાય છે.
પાદલિપ્તસૂરિએ અન્તિમ સમયમાં શત્રુંજય ઉપ૨ ૩૨ બત્રીશ દિવસના ઉપવાસ કરીને સ્વર્ગવાસ પ્રાપ્ત