________________
શ્રી પ્રભાવક ચરિત્ર
પણ યોગ્ય નથી એ શું?' એ પછી રાજાએ આચાર્યને કેટલાક દિવસ સ્થિરતા કરવાની વિનંતિ કરી પણ આચાર્ય સ્થિરતા કરી શક્યા નહિ.
એકવાર પાદલિપ્તસૂરિ તીર્થયાત્રાક્રમથી સૌરાષ્ટ્ર (કાઠિયાવાડ) માં વિચરતા વિચરતા ટંકાપુરી (ટંકારા) માં ગયા જ્યાં એમને સિદ્ધ નાગાર્જુનનો સમાગમ થયો.
નાગાર્જુન સંગ્રામ' નામક ક્ષત્રિયનો પુત્ર હતો. એની માતાનું નામ સુવ્રતા હતું. નાગાર્જુનને બાળપણથી જ રસાયનસિદ્ધિની પ્રક્રિયામાં રસ પડવા લાગ્યો હતો અને એ કારણથી એણે વન, નદી અને પર્વતોને પોતાનું ઘર બનાવ્યું હતું, પરિણામે એને સુર્વણરસની પ્રાપ્તિ થઈ હતી, પણ આકાશગમન માટે અનેક ઉપાય કરવા છતાં એને કંઈપણ સફળતા ન મળી, છેવટે તેણે પાદલિપ્તની સાથે મૈત્રી જોડવાનો વિચાર કર્યો. પોતાની પાસેના વેધક રસની ભેટ દઈને પોતાના શિષ્યને પાદલિપ્તની પાસે મોકલ્યો, પાદલિપ્ત પણ પોતાની ભેટ નાગાર્જુનને પહોંચાડી અને આ રીતે એકબીજાનો પરિચય થતાં નાગાર્જુન પાદલિપ્તની પાસે આવીને તેમની સેવામાં રહ્યો. પાદલિપ્તને પાદલપની સિદ્ધિ હતી, તેઓ ઔષધિઓનો પગે લેપ કરીને આકાશગમન કરતા હતા, નાગાર્જુનને એ જ સિદ્ધિની ઘણી જરૂરત હતી, તે આચાર્યની ખાસ સેવામાં રહ્યો અને લેપવાળા પગ ધોતો અને રસ ગંધ આદિથી લેપની ઔષધિઓને ઓળખતો. આમ કરતાં તેને આંશિક સફળતા મળી અને આચાર્યની પ્રસન્નતા થતાં તેને સંપૂર્ણ લેપઆમ્નાય પ્રાપ્ત થયો.
નાગાર્જુને પોતાના ગુરુ પાદલિપ્તના સ્મરણરૂપે શત્રુંજયની તલાટીમાં ‘પાદલિપ્તપુર' નામનું નગર વસાવ્યું અને શત્રુંજયની ઉપર જિનચૈત્ય કરાવીને તેમાં મહાવીરની પ્રતિમા સ્થાપન કરી, અને તેમાં જ પાદલિપ્તસૂરિની મૂર્તિ પણ સ્થાપન કરી. પાદલિપ્તસૂરિએ આ મહાવીરની મૂર્તિ આગળ સ્તુતિરૂપે “ગાતાજુઅલેણ' ઇત્યાદિ સ્તોત્ર બનાવ્યું જેમાં તેમણે ગુપ્ત રીતે સુવર્ણ સિદ્ધિનો આમ્નાય ગોપલો પણ આધુનિક મનુષ્યો તે સમજી શકતા નથી.
પાદલિપ્ત ગિરનાર પર્વત નીચે કિલ્લાની પાસે નેમિનાથના ચરિત્રનું વ્યાખ્યાન કર્યું હતું, જે સાંભળીને નાગાર્જુને તેમાં વર્ણવ્યા પ્રમાણે ત્યાં દશાર્ડમડ્ડપ, ઉગ્રસેનનો મહેલ, અન્ય મકાન, વિવાહમંડપ અને ચોરી આદિ સર્વ દશ્યો કૌતુકાળું બનાવરાવ્યાં જે હજી પણ ત્યાં જોવામાં આવે છે.
એ જ સમયમાં પૃથ્વી પ્રતિષ્ઠાન નગરમાં ચક્રવર્તી સરખો સાતવાહન રાજા રાજય કરતો હતો, ભરૂચમાં આ વખતે કાલકાચાર્યના ભાણેજ બલમિત્રનું રાજય હતું. સાતવાહને બલમિત્ર ઉપર ચઢાઈ કરી, બાર વર્ષ સુધી લડાઈ થઈ છતાં નગર મળ્યું નહિ, ત્યારે સાતવાહનનો મંત્રી-જે પાદલિપ્તસૂરિનો શિષ્ય હતો-ભાગવતનો વેષ કરીને નગરમાં ગયો અને લડાઈ ચાલે ત્યાં સુધી ધાર્મિક સ્થાનો કરાવવા અને સમરાવવાનો બલમિત્રને ઉપદેશ કર્યો. રાજાએ તેના ઉપદેશ પ્રમાણે ચાલીને ખજાનો ખાલી કરી નાંખ્યો. પરિણામે સાતવાહને કિલ્લો ગ્રહણ કર્યો અને રાજાને દણ્ડ કરીને પોતાના દેશમાં ગયો.
એક અવસરે સાતવાહનની સભામાં જ શાસ્ત્રસંક્ષેપ કવિ આવ્યા અને તે ચારે જણે મળીને એક શ્લોકમાં ચાર શાસ્ત્રોનો સાર રાજાને સંભળાવ્યો તે આ પ્રમાણે –
“ની લોન માયા, પત્નઃ પ્રાિનાં ત્યાં ! बृहस्पतिरविश्वासः, पाञ्चालः स्त्रीषु मार्दवम् ॥"