________________
190
શ્રી પ્રભાવક ચરિત્ર
વળી વિરથ એટલે વિષ્ણુ, તેમાં મન લગાવીને જે મરણ પામે તેના જેવો અન્ય કોઈ હોઈ શકે ? તે રાજા સમાન થાય છે, અર્થાતુ ગુરુના ધ્યાનમાં મરણ પણ ગ્લાધ્ય છે. વળી ગંગા કરતાં અન્ય કોણ પવિત્ર છે ? અર્થાત્ એ જ પૂજય છે. વળી બે રાજા એકત્ર મળ્યા, તેમાં તું જ સર્વ સામર્થ્યયુક્ત છે માટે જે ઉચિત લાગે તે કર.” એ ચોથો અર્થ થયો,
એ પ્રમાણે શ્રી બપ્પભક્ટ્રિ મહારાજે એક સો આઠ અર્થ કહી બતાવ્યા, પરંતુ મતિની મંદતાથી અમે તે જાણતા નથી.
પછી આમ રાજા ત્યાંથી ઉઠીને રાત્રે વારાંગનાના ઘરે રહ્યો અને પ્રભાતે તેને એક અમૂલ્ય કંકણ ભેટ આપીને તેના ઘર થકી ચાલી નીકળ્યો, અને બીજું કંકણ કે જે સૂર્યના કિરણ સમાન તેજસ્વી હતું, તે રાજભવનના દ્વાર પર મૂકી દઈને ત્યાંથી બહાર જઈને તે એકાંત ઉદ્યાનમાં રહ્યો.
હવે અહીં પ્રભાતે આચાર્યે રાજસભામાં આવીને કાન્યકુબ્બમાં જવા માટે રાજાની અનુમતિ માગી. એટલે પૂર્ણ થયેલ પ્રતિજ્ઞાને ન જાણવાથી રાજાએ પૂછ્યું કે “કેમ?' ત્યારે તેમણે જણાવ્યું કે–“આમરાજા અહીં આવી ગયો, તેણે વિદ્વતા ભરેલા કથનથી જે જે કહી સંભળાવ્યું, એ પોતે હતો. વળી દોરા શબ્દથી બે રાજાની સૂચના કરી, તેમજ બીજોરું બતાવતાં “આ શું?’ એમ પૂછવામાં આવતાં તેણે બીજઉરા (બીજો રાજા) એમ ઉત્તર આપ્યો. તથા તૂઅરિપત્ત એ શબ્દથી તેણે તવ અરિકાપ્તઃ (શત્રુ) એવો સંસ્કૃતથી અર્થ થાય છે, તે તારી આગળ સ્પષ્ટ કહી બતાવ્યું.’ એ પ્રમાણે સાંભળતાં રાજાને ભારે પસ્તાવો થયો. તેણે ખેદ સાથે ચિંતવ્યું કે-“અહા ! મારી મુર્ખતાને ધિક્કાર છે કે તેણે સ્પષ્ટ કહ્યા છતાં હું સમજી ન શક્યો.”
એવામાં વારાંગનાએ આવીને રત્નના તેજથી અંધકારને દૂર કરનાર એવું કંકણ રાજાની આગળ મૂક્યું, તેમજ બીજું કંકણ દ્વારપાલે આપીને રાજાને નિવેદન કર્યું કે હે નાથ ! દ્વારના ખીલા પર આ કંકણ કોણ મૂકી ગયેલ છે, તે હું જાણતો નથી. એટલે રાજાએ બારીકાઈથી તપાસતાં તેના પર આમ રાજાનું નામ જોવામાં આવ્યું. આથી બપ્પભટ્ટ ગુરુના વચન પર તેને સંપૂર્ણ ખાત્રી થઈ.
આ બધી હકીકતથી ખેદ પામતાં રાજા કહેવા લાગ્યો કે “અહા ! ઘરે આવેલ શત્રુ રાજાને મેં સાધ્યો પણ નહિ અને તેનો સત્કાર પણ ન કર્યો. તેથી ચિરકાળથી ચાલ્યા આવતા વૈરની નિવૃત્તિ ન થઈ, અને વળી પૂજ્ય ગુરુનો વિરહ ભારે દુઃખદાયક થઈ પડશે. શું કહીએ ? હવે સ્વામીનું અલભ્ય દર્શન કાંઈ મળવાનું
ત્યારે આચાર્ય બોલ્યા કે હે રાજન ! તું ખેદ ન કર, કારણ કે અમે હંસની જેમ અપ્રતિબદ્ધ વિહારી છીએ. હે મહાબાહુ! અમે તારી અનુમતિ લઈને જઈએ છીએ, હવે હે મિત્રવર્ય ! તું તારા નામને સાર્થક કરજે કે જેથી બીજા લોકો તારું અનુકરણ કરીને નિર્મળ થાય.' એમ કહી ત્યાંથી નીકળીને ગુરુ મહારાજ આમરાજાને જઈને મળ્યા. ત્યાંથી ઊંટ પર આરૂઢ થયેલ રાજા, યશથી શોભતા ગુરુ સાથે માર્ગે ચાલ્યો, એવામાં બકરાની જેમ જળમાં મુખ નાખીને પાણી પીતો એક ભીલ રાજાના જોવામાં આવ્યો, ત્યારે કંઈક અપૂર્વ સાંભળવાની ઈચ્છાથી તેણે આચાર્યને પૂછયું કે–“આ પથિક ભીલ પશુની જેમ શા માટે પાણી પીએ છે ?”
એમ સાંભળતાં ગુરુરાજે તરત ગાથાના ઉત્તરાર્ધથી જણાવ્યું. કારણ કે સારસ્વત મંત્રથી સિદ્ધ થયેલા પુરુષો