________________
શ્રી મલવાદીસૂરિ ચરિત્ર
173
Vશ્રી મલ્લવાદીસૂરિ ચરિત્ર
યાનપાત્ર સમાન શ્રીમલ્લવાદી આચાર્ય દુસ્તર સંસાર-સાગરથકી તમારો નિસ્તાર કરો, કે જેમની વાણી અતિશય સત્વયુક્ત, અફીણ પક્ષથી વિલસિત, અવક્ર, લક્ષ્યનો ભેદ બતાવનાર જીવોને મિથ્યાત્વથી મુક્ત કરનાર તથા માંગલિક હતી.
જડમતિ મિથ્યાત્વીઓનું જડમૂળ કાઢવા માટે આ અદભુત ચરિત્રની પ્રવૃત્તિ થયેલ છે, તો પ્રમાણના અભ્યાસથી પ્રખ્યાત તેમનું કિંચિત્ ચરિત્ર કહીએ છીએ.
રવિડે આવતા સૂર્યનું ઉન્નત કિલ્લાને લીધે જાણે સંલગ્ન ચક્ર હોય, શકુની તીર્થરૂપ જાણે તેની નાભિ (ધરી) હોય, મોટા હમ્મરૂપ જાણે તેના આરા ભાસતા હોય, તથા કિલ્લારૂપ નેમિ (ચક્રધાર) થી વિરાજિત અને સ્વસ્તિ (કલ્યાણ)ના સ્થાનરૂપ એવું ભૃગુકચ્છ નામે નગર છે. સુંદર ચારિત્રરૂપ સમુદ્રના શમ, દમાદિરૂપ કલ્લોલમાં ક્રીડા કરવાથી સદા આનંદી તથા જ્ઞાનાદિ લક્ષ્મી વડે અશ્રુત (કૃષ્ણ) સમાન એવા જિનાનંદ નામે આચાર્ય ત્યાં બિરાજમાન હતા. ' એવામાં એકવાર ધનદાનની પ્રાપ્તિથી મસ્ત બનેલ, મનમાં છળ તથા ચતુરંગ સભાની અવજ્ઞાને વહન કરનાર, તથા મદના વિભ્રમથી અજ્ઞાત એવા નંદ નામના કોઈ બૌદ્ધ મુનિએ, ચૈત્યયાત્રા કરવા આવેલા જિનાનંદ મુનિશ્વરને વિતંડાવાદથી જીતી લીધા એટલે પોતાનો પરાભવ થવાથી તે નગરનો ત્યાગ કરીને તે આચાર્ય વલભીપુરમાં ચાલ્યા ગયા, કારણ કે અન્યથી પરાભવ પામેલ કયો સામાન્ય માણસ પણ તે નગરમાં રહે ?
હવે ત્યાં વલભીપુરમાં પોતાની (ગુરૂની) દુર્લભદેવી નામે બહેન હતી, તેણીના ત્રણ પુત્રો હતા. તેમાં અજિતયશ બધાથી મોટો, બીજો યક્ષ અને ત્રીજો મલ એવા નામથી પ્રખ્યાત હતો. ગુરુમહારાજે તેમને સંસારની અસારતાનું સ્વરૂપ સમજાવ્યું, તેથી પોતાની માતા સહિત તે બધા પુત્રોએ ગુરુ પાસે દીક્ષા અંગીકાર કરી; કારણ કે વહાણ પ્રાપ્ત થતાં સમુદ્રથી કોણ પાર ન ઉતરે? પછી લક્ષણાદિ મહાશાસ્ત્રના અભ્યાસથી તે બધા મોટા પંડિત થઈને પૃથ્વી પર પ્રખ્યાત થયા. કારણ કે બુદ્ધિને શું દુષ્કર છે? તેમજ જ્ઞાનપ્રવાદ નામના પાંચમા પૂર્વમાંથી પૂર્વર્ષિઓએ અજ્ઞાનનાશક નયચક્ર નામે મહાગ્રંથ ઉદ્ધર્યો. તેમાં પણ વિશ્રામરૂપ બાર આરા છે. તેમના આરંભે અને પ્રાંતે ચૈત્યપૂજન કરવામાં આવે છે. એ નયચક્ર વિના ગુરુએ તે શિષ્યોને કંઈક પૂર્વમાંનું પણ બધું ભણાવ્યું, જેથી તે શુભ મતિના ભાજન થયા.
એક વખતે ગુરુ મહારાજને વિચાર આવ્યો કે- તેજમાં હીરા સમાન તથા મહાબુદ્ધિશાળી આ મલ્લમુનિ પોતાની બાળ ચપળતાને લીધે પોતે પુસ્તક ખોલીને વાંચશે, જેથી તેને ઉપદ્રવ થતાં અમને ભારે દુસ્તર સંતાપ થઈ પડશે', એમ ધારી જનનીની સમક્ષ ગુરુએ તેને ભલામણ કરી કે-“હે વત્સ ! આ પુસ્તક પૂર્વમાં નિષિદ્ધ