________________
શ્રી પાદલિપ્તસૂરિ ચરિત્ર
બળથી એકસો સાત ઔષધિઓ જાણી લીધી. પછી ઔષધોને મેળવી, ઘુંટી એક ૨સ કરીને તેનાથી તેણે પોતાને પગે લેપ કર્યો અને આકાશ તરફ ઉડવા માંડ્યું, પરંતુ કુકડાની જેમ ઉંચે ઉછળીને તે નીચે પડવા લાગ્યો. એમ ઉંચા ભાગથી નીચે પડતાં તેના ઢીંચણને વાગ્યું, એવામાં રક્ત વ્યાપ્ત વ્રણથી વ્હેતી તેની જંઘા આચાર્ય મહારાજના જોવામાં આવી. એટલે ગુરુએ તેને કહ્યું કે — ‘અહો ! ગુરુ વિના પાદલેપ શું સિદ્ધ થયો ? ત્યારે તે હસીને કહેવા લાગ્યો - · ‘ગુરુ વિના સિદ્ધિ ન થાય, પરંતુ આ તો મેં મારા બુદ્ધિબળની પરીક્ષા
કરી.'
આ તેના સત્યથી પ્રસન્ન થયેલા પાદલિપ્ત સૂરિ બોલ્યા કે — ‘હે ભદ્ર ! સાંભળ, હું તારી એ રસસિદ્ધિ કે શુશ્રૂષાથી સંતુષ્ટ થયો નથી, પણ તારા પ્રજ્ઞાબલથી મને સંતોષ થયો છે, કારણ કે પાદપ્રક્ષાલનથી વસ્તુઓના નામ કોણ જાણી શકે ? માટે હું તને વિદ્યા આપીશ, પણ તું મને ગુરુદક્ષિણામાં શું આપીશ ?’
ત્યારે નાગાર્જુને કહ્યું કે
‘હે ભગવન્ ? આપ જે ફરમાવો, તે આપવાને હું તૈયાર છું.’
—
129
એટલે આચાર્ય બોલ્યા ‘તું વિદ્યાસિદ્ધ થાય, તેથી મારા મનને સંતોષ છે. તને સત્ય અને પથ્ય હું કહીશ. માટે આ ગાથા સાંભળ :—
“ટ્વીન્દર ગિવનાને, મહિયરજેસ વિસાવદું નિછે ।
ओपियइ कालभमरो, जणमयरंदं पुहइ पउमे ॥ १ ॥
એટલે—‘ફણીંદ્રરૂપ લાંબા નાળવાળા, પર્વતરૂપ કેસરા અને દિશારૂપ અનેક પત્રવાળા એવા જગતરૂપ પદ્મપર મોહ પામેલ કાલરૂપ ભ્રમર મનુષ્યરૂપ મકરંદનું પાન કર્યા કરે છે.’
માટે વિશ્વને હિતકારી એવા જિનધર્મનો તું આશ્રય લે.'
ગુરુના એ વચનનો તેણે સ્વીકાર કર્યો. એટલે આચાર્ય બોલ્યા = ‘કાંજી અને ચોખાના નિર્મળ ધોવણ જળથી ઔષધો ઘુંટીને પગે લેપ કર, કે જેથી તું આકાશગામી થાય.'
એમ સાંભળતાં નાગાર્જુને તે પ્રમાણે કર્યું, અને તેથી ગરૂડની જેમ આકાશમાર્ગે ઉડીને તે યથેચ્છ સ્થાને જવા લાગ્યો; પછી કૃતજ્ઞ વિદ્યાસિદ્ધ એવા તેણે શત્રુંજય પર્વતની તળેટીમાં જઈને પાદલિપ્ત નામે નગર વસાવીને પોતાના ગુરુના નામ ઉપરથી નગર સ્થાપન કર્યું, અને પર્વતની ઉપર તે સિદ્ધ સાહસિકે શ્રી વીર પ્રભુની પ્રતિમાથી અધિષ્ઠિત ચૈત્ય કરાવ્યું, ત્યાં ગુરુમૂર્તિને સ્થાપન કરી અને ગુરુમહારાજને બોલાવીને તેણે બીજાં પણ જિનબિંબોની ત્યાં પ્રતિષ્ઠા કરાવી. શ્રી પાદલિપ્ત સૂરિએ વીરપ્રભુની સમક્ષ બે ગાથાથી શ્રેષ્ઠ સ્તુતિ કરી, અને કહ્યું કે — — ‘એ ગાથાથી સુવર્ણસિદ્ધિ અને આકાશગામીની વિદ્યા અત્યંત ગુપ્ત રહેશે, તે આજકાલના નિર્ભાગી મનુષ્યો જાણી શકવાના નથી.’
પછી શ્રી રૈવતાચલની નીચે દુર્ગ પાસે ગુરુમહારાજના મુખથી શ્રી નેમિનાથનું ચરિત્ર સાંભળીને નાગાર્જુને કૌતુકથી સર્વ તેવા પ્રકારના આવાસાદિક કરાવ્યા. તેમાં શ્રી દશાર્હમંડપ, ઉગ્રેસનનું રાજભવન તથા વેદિકાપ૨ વિવાહાદિકની વ્યવસ્થા કરાવી કે જે અત્યારે પણ ત્યાં ગયેલ ધાર્મિક જનોના જોવામાં આવે છે.
૧. જે હાલ પાલીતાણા નામથી મોજુદ છે.