________________
શ્રી પાદલિપ્તસૂરિ ચરિત્ર
એ પ્રમાણે તાત્કાલિક ઉપકારથી રાજાનું અંતઃકરણ આચાર્ય પ્રત્યે આકર્ષાયું, એટલે સૂર્યની જેમ બાળ સૂરિના ચરણે નમસ્કાર કરવાની તેની ઇચ્છા થઈ. પછી તે તરત ગુરુ મહારાજના ઉપાશ્રયે આવ્યો. કારણ કે બાળકના પણ સત્ય ગુણોથી કયો સુજ્ઞ ન આકર્ષાય ? ત્યાં એકાંતમાં આચાર્ય પાસે બેઠેલ રાજાએ પ્રશ્ન કર્યો કે ‘હે ભગવન્ ! અમારા સેવકો તો પગારના પ્રમાણમાં પોતાનું કર્તવ્ય બજાવે છે, પણ વેતન વિના આ આપના શિષ્યો, માત્ર ભિક્ષાવૃત્તિના આધારે રહેલા એવા આપનું કર્તવ્ય બજાવવાને શી રીતે તત્પર રહે છે ?’
—
119
ત્યારે ગુરુ મહારાજ કહેવા લાગ્યા કે ‘હે રાજન્ ! કંઈપણ આપ્યા વિના માત્ર ઉભયલોકના હિતની ઇચ્છાને લીધે એ શિષ્યો અમારાં કાર્યો બજાવવાને સદા તત્પર રહે છે.’
એટલે રાજા બોલ્યો - ‘એ વચન મારા માનવામાં આવી શકતું નથી. કારણ કે દગ્ધ અરણ્યને જેમ મૃગલાંઓ તજી દે છે, તેમ નિર્ધન માણસ લોકમાં ત્યાજ્ય ગણાય છે; આથી એમ સમજાય છે, કે લોકોની સ્થિતિ દ્રવ્યના આધારે ટકેલી છે.'
એમ સાંભળતાં આચાર્ય બોલ્યા = ‘હે નરેન્દ્ર ! મોટા પગારદાર તારા નોકરો જેવું કામ નથી કરતા, તેવું કામ દાન વિના મારા શિષ્યો બજાવે છે. હે ભૂપ ! આ બાબતમાં તારે ખાત્રી કરવી હોય, તો કૌતુકથી જો. દક્ષ, પવિત્ર, ગુણી, સદા પ્રતિષ્ઠા પમાડેલ, તાંબૂલ, આભરણ અને વસ્ત્રાદિના દાનથી સંતુષ્ટ કરેલ સદા પોતાની સમાન જોયેલ, પૂર્ણ વિશ્વાસના સ્થાનરૂપ અને જાણે પોતાની અપર મૂર્તિ હોય તેવા એક કોઈ શ્રેષ્ઠ પ્રધાન સેવક પુરુષને બોલાવો કે જેથી મારા વચનની તને પ્રતીતિ થાય.’
એટલે રાજાએ પૂર્વોક્ત ગુણયુક્ત એક પ્રધાનને ત્યાં બોલાવતાં તે આવ્યો અને શિ૨૫૨ અંજલિ જોડીને કહેવા લાગ્યો કે — ‘હે સ્વામિન્ ! આદેશ ફરમાવીને મારા પર પ્રસાદ કરો. ભારે દુષ્કર કામ પણ હિમ્મતથી બજાવનાર એવા આ ક્ષુદ્ર કિંકરને શી આજ્ઞા છે ?’
ત્યારે રાજાએ કહ્યું = ‘હે સખે ! ગંગા કઈ દિશાએ મુખ કરીને વહે છે ?' એમ રાજાનું વચન સાંભળતાં મનમાં હસીને તે સોપહાસ ચિંતવવા લાગ્યો ‘અહો ! બાલઋષિના સંસર્ગથી રાજાને બાલપણું આવ્યું લાગે છે કે જેથી ગંગા કઈ તરફ મુખ રાખીને વહે છે એમ બોલે છે.એ વચન તો બાળકો અને સ્ત્રીઓના પણ જાણવામાં હશે.’ ત્યાર પછી ‘આપનો આદેશ પ્રમાણ છે.' એમ કહીને તે બહાર નીકળી ગયો. જતાં જતાં તેણે વિચાર કર્યો કે ‘રાજા તો પોતાના ઐશ્વર્યથી ઘેલો થયો છે, પણ હું કંઈ તેવો નથી. તો આવા નકામા વચનથી મારા પોતાના સુખનો ત્યાગ શા માટે કરું ?' એમ ધારીને તે વ્યસની જુગા૨ ૨મવા ચાલ્યો ગયો. ત્યાં રમતાં ચાર પાંચ ઘડી વ્યતીત કરીને રાજા પાસે આવીને બોલ્યો કે— ‘ગંગા પૂર્વાભિમુખી વહે છે.' એવામાં છુપા બાતમીદારોએ તેનો બધો વૃત્તાંત રાજાની આગળ નિવેદન કર્યો.
—
પછી આચાર્ય મહારાજે જરા હસીને જણાવ્યું કે ‘હે રાજન્ ! ધન, માન અને પ્રસાદથી તાબે કરેલ એ પ્રધાનનું ચેષ્ટિત જોયું ? ત્યારે બીજાની શી વાત કરવી ?' એમ કહી બાળસૂરિએ પુનઃ કહ્યું કે – હવે આજકાલના નવદીક્ષિત અને અશિક્ષિત તથા મદરહિત એવા મારા શિષ્યનું ચિત્તને ચમત્કાર પમાડનાર ચરિત્ર જુઓ.' એમ રાજાને જણાવતાં ગુરુએ પોતાના શિષ્યને બોલાવ્યો ‘હે નૂતન બાળમુનિ ! અહીં આવ.' એમ ગુરુના બોલતાં ‘હે ભગવન્ ફચ્છામિ’ એમ કહેતાં ખેદ લાવ્યા વિના તે તરત ઉભો થયો અને વિનયથી