________________
આર્યરક્ષિત
પુરોહિત સોમદેવનો આશ્રયદાતા “ઉદાયન' કોણ હતો તે જાણી શકાયું નથી. શોધક વિદ્વાનોએ એ વિષયની શોધ કરવી જોઈએ.
આર્યરક્ષિતની માતા જૈનધર્મની પરમ ઉપાસિકા હતી એ ઉપરથી જણાય છે કે તે સમયમાં ગમે તે જાતિના મનુષ્યો પોતાની જાતિમાં રહીને જૈનધર્મનું પાલન કરી શકતા હતા.
આર્યરક્ષિતે કુમારાવસ્થામાં માતા પિતાની આજ્ઞા સિવાય દીક્ષા લીધી તે બાબતમાં પ્રભાવક ચરિત્રકારે કંઈ પણ ટીકા કરી નથી, પણ અન્ય ગ્રન્થકારો આ સંબન્ધમાં લખે છે કે આર્યરક્ષિતની દીક્ષા તે મહાવીરના શાસનમાં પહેલી શિષ્ય નિષ્ફટા (ચોરી) છે. આજ કાલ જેઓ કહે છે કે ૧૬ વર્ષથી નીચેની વયવાલાને દીક્ષામાં આજ્ઞાની જરૂર છે, ઉપરનાને નહિ, તેઓ વિચારે કે ૨૨ વર્ષની અવસ્થામાં વગર રજાએ થયેલી આર્યરક્ષિતની દીક્ષાને શિષ્યચોરી કેમ કહી હશે ? - આર્યરક્ષિત કે એમના ગુરુની ગણ, કુલ કે શાખાનો ક્યાંય પણ નિર્દેશ થયો જણાતો નથી પણ એટલું તો નિશ્ચિત છે કે તેઓ આર્યસુહસ્તીની પરમ્પરાના સ્થવિર હતા.
આર્યરક્ષિતના સમય સુધી સંયમ પ્રવૃત્તિ નિરપવાદ હતી, સાધુઓમાં વસ્ત્ર-પાત્રનો પરિગ્રહ પરિમિત હતો, ચોલપટ્ટાદિ જરૂરી ઉપકરણો જરૂરતના સમયમાં જ ઉપયોગમાં લેવાતા હતાં. આમ આર્યરક્ષિતનાં પિતાના સંભાષણો ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે. સોમદેવ બીજાં ગાઈથ્ય ચિન્હો છોડવાને તૈયાર થઈ જાય છે પણ નીચેનું વસ્ત્ર બદલવાને તે તૈયાર થતા નથી, તે કહે છે “નનૈઃ રાઠ્ય વિમુથાતું સ્વયાત્મનસુતાપુ:" અર્થાત પોતાના પુત્ર પુત્રીઓની આગળ નગ્ન કેમ રહેવાય? વળી શ્રાવકના છોકરાઓ તેમનો આ ગૃહસ્થોચિત વેષ જોઈ વન્દન નથી કરતા તે ઉપર સોમદેવ કહે છે – “નનો ચમહં સૂર્ય માં વન્દ્રä સંપૂર્વના:” અર્થાત્ ‘હું નગ્ન નહિ થાઉં, ભલે તમે અને તમારા પૂર્વજો કોઈ પણ વન્દન ન કરો' એ ઉપરથી જણાશે કે તે વખતે વસ્ત્ર પરિધાન કારણ પ્રસંગે જ થતું હશે, જેવો કે પ્રાચીન શાસ્ત્રોનો આદેશ છે.
આમ છતાં પણ એટલું તો કહેવું પડશે કે સાધુઓમાં કંઈક શિથિલતા પ્રવેશવા લાગી હતી અને તેથી આર્યરક્ષિતજીને સમયનો વિચાર કરી કઠોર નિયમો કંઈક મંદ કરવા પડ્યા હતા એનું એક ઉદાહરણ “માત્રક રાખવાના આદેશ સંબન્ધી છે. એટલે કે પૂર્વે એક સાધુને કેવળ એક જ પાત્ર રાખવાનું વિધાન હતું, પણ તેથી સાધુઓને કંઈક અડચણ પડતી હશે તેથી આર્યરક્ષિતસૂરિએ સાધુઓને વર્ષાઋતુનાં ૪ માસ માટે પાત્ર ઉપરાંત એક માત્રક (છોટું પાત્ર) રાખવાની આજ્ઞા આપી હતી. જેનું વિસ્તૃત વર્ણન વ્યવહારસૂત્રના આઠમા ઉદ્દેશકની ચૂર્ણમાં આપેલું છે. આથી જણાય છે કે આર્યરક્ષિતનો સમય સંયમ પ્રધાન હતો છતાં કંઈક સગવડતાનો વિચાર પણ તે વખતે થતો હતો.
આર્યરક્ષિતનો સમય અવનત્યભિમુખ હતો. એનું બીજું ઉદાહરણ સાધ્વીઓનો આલોચના દેવાનો અધિકાર રદ થવો તે છે, એટલે કે આર્યરક્ષિતની પૂર્વે સાધુઓ સાધુઓની પાસે આલોચના લેતા તેમ સાધ્વીઓ સાધ્વીઓની પાસે આલોચના-પ્રાયશ્ચિત લેતી હતી, પણ આર્યરક્ષિતથી સાધ્વીઓનો એ અધિકાર રદ થયો અને સાધુઓની માફક સાધ્વીઓને પણ સાધુઓની પાસે આલોચના કરવાનું ઠર્યું.
ત્રીજો અને સૌથી મોટો ફેરફાર આર્યરક્ષિતજીના સમયમાં અનુયોગ પૃથકૃત્વનો થયો, વજપર્યન્ત ધર્મકથાનુયોગ, ચરણકરણાનુયોગ, દ્રવ્યાનુયોગ અને ગણિતાનુયોગ એ ચારે અનુયોગો સાથે જ ચાલતા હતા;