________________
શ્રમણ ભગવાન મહાવીર
ઉપાર્જન કરી અનન્તકાળ પર્યત એ આત્મા સંસારમાં પરિભ્રમણ કરવા સાથે દુરકતદુઃખને અનુભવે છે. જો કે મુમુક્ષુ આત્મા માટે આચારપતિતપણું કે શ્રદ્ધા-પરિણામથી પતિતપણું બેમાંથી એકેય હિતકર નથી. એમ છતાં આચાર પતિત-આત્મા જે પરિણામથી-શ્રદ્ધાથી પતિત ન થાય તે તે આત્માને પુનઃ મૂળ આચારને પવિત્ર માર્ગ પ્રાપ્ત થવામાં વિલંબ નથી લાગતું. પરંતુ જે આચારપતિતપણાની સાથે આત્મ પરિણામ-શ્રદ્ધાથી પણ પતિત થઈ જાય તે એ આત્માને મૂલ માર્ગ પ્રાપ્ત થ અત્યન્ત દુષ્કર બને છે. હવે પછીના મરિચિના જીવન પ્રસંગમાં કપિલના સમાગમને પ્રસંગ અને તે અવસરે મરિચિએ ઉચ્ચારેલા
વિજા! રૂત્થર ફા” (ત્યાં પ્રભુમાગમાં પણ ધર્મ છે. અને અહીં મારા માર્ગમાં પણ ધર્મ છે.) વગેરે શબ્દો અને તેની પાછળ આત્મમંદિરમાં પ્રગટેલા વિપરીત અધ્યવસાયને પ્રસંગ મરિચિનાં જીવનમાં શુદ્ધ માર્ગની શ્રદ્ધાથી પણ પતિત થવાને પુરાવે છે. જે બાબત આગળ આવવાની છે, પરંતુ કપિલને સમાગમ થવા પહેલાં તે મરિચિ અન્યવેષમાં રહીને પણ જે જાતનું જીવન જીવી રહ્યા છે તે અંગે વિચારણા કરતાં એમ અવશ્ય માનવું પડે છે કે-આચા રમાં પરિવર્તન થયાં છતાં શ્રદ્ધામાં પરિવર્તન નથી થયું.
પ્રભુને ભરત મહારાજાને પ્રશ્ન મરિચિ ભગવા વેષમાં પણ પ્રભુની સાથે જ વિચારે છે અને ત્રિકરણગે એ પરમાત્માની ભક્તિ ઉપાસના કરે છે.