________________
૨૪
શ્રમણ ભગવાન મહાવીર છે. કારણ કે પશમ સમ્યક્ત્વને વધુમાં વધુ છાસઠ સાગરેપમ સુધીને શાસ્ત્રમાં જણાવેલ કાળ, ભરત મહારાજને ત્યાં જન્મ પ્રાપ્ત થયા છતાં ભેગે પગની વિપુલ સામગ્રીને પરિત્યાગ કરીને ચારિત્રગ્રહણ કરવાને અનુપમ પ્રસંગ,ચારિત્ર ગ્રહણ કર્યા બાદ જ્ઞાન ધ્યાનસંયમ અને તપની આરાધનામાં ઉજમાળપણું, આ બધાય પ્રસંગે એ મહાનુભાવ મરિચિના આત્મમંદિરમાં સમ્યગદર્શનને દિવ્ય પ્રકાશ હોવા માટેના પ્રબલ પુરાવાઓ છે. ઉષ્ણ પરિષહના પ્રસંગમાં સંયમની આચરણું પરત્વે મરિચિના દિલમાં શૈથિલ્ય આવ્યું છે, પણ સંયમની શ્રદ્ધામાં તે તે પ્રસંગ પર્યત જરાય નબળાઈ નથી આવી. ચારિત્રમેહના ઉદયથી આચરણમાં શિથિલતા આવે એ સંભવિત છે, પરંતુ આત્મામાં સમ્યગદર્શન વિદ્યમાન હેય તે પરિણામમાં અર્થાત્ શ્રદ્ધામાં શિથિલતા આવવાનો સંભવ નથી. ચારિત્રમેહદયના કારણે મરિચિમુનિ સંમેચિત આચારમાંથી ભ્રષ્ટ થયા છે, પરંતુ અંતરમાં એક વાત હજુ સુધી તે નિર્ણયરૂપે બેઠી છે કે-મારી નબળાઈ કિંવા કાયરતાના કારણે હું એ સંયમમાર્ગને યથાર્થ નથી પાળી શક્તએ મારે પોતાને દેષ છે, પણ એક્ષપ્રાપ્તિ માટે પવિત્ર સંયમમાર્ગની આરાધના–એજ અનન્ય ઉપાય છે.” આ મંતવ્યમાં કિંવા શ્રદ્ધામાં આપણું મરિચિ હજુ બરાબર સ્થિર છે. અને એ કારણે જ દેશના દ્વારા જે કઈ રાજકુમાર વગેરે પ્રતિબોધ પામે છે તેને પિતાને શિષ્ય ન બનાવતાં પ્રભુ પાસે અથવા પ્રભુના સાધુઓ પાસે મેકલે છે. આ મનનીય બાબત મરિચિમાં હજુ સુધી સમ્યગદર્શન