________________
મહાનુભાવ મરિચિ યાને...
૨૩
પગે પાવડી પહેરવાનું હતું. સાધુએ સ્નાનથી સર્વથા રહિત છે, મને પરિમિત જલ વડે સ્નાન છે. સાધુએ વસ્ત્ર પાગની મૂર્છાથી રહિત છે, મંદકષાયવાળા છે, હું તેવો નથી, માટે મને ભગવું વસ્ત્ર હે” આ પ્રમાણે મરિચિએ નવીન વેષ અને નવીન માર્ગને નિર્ણય કર્યો. તેમજ તે માર્ગને અમલી પણ બનાવ્યું, પરંતુ શ્રદ્ધામાં તે પહેલાં જે ઉત્તમ મુનિમાર્ગ હતું તે માર્ગને જ ટકાવી રાખે. અગીયાર અંગને અભ્યાસ અને અનુપમ દેશનાશક્તિથી જે કઈ રાજપુત્ર વગેરે પ્રતિબોધ પામતા તે સર્વને સંયમ ગ્રહણ કરવા માટે પ્રભુ પાસેજ મિકલવાનું ચાલુ રાખ્યું. મરિચિ આચારથી પતિત થયા, પણ શ્રદ્ધાથી
, પતિત થયા નથી. મરિચિન દીક્ષા ગ્રહણ ક્ય બાદ અમુક વર્ષો પછી બનેલા આ પ્રસંગે ઘણું ઘણું વિચારવા ગ્ય છે. આપણે વધારે વિસ્તારથી નહીં, પણ ટૂંકમાં આ પ્રસંગ બાબત શેડે વિચાર કરીએ તે તે અવસરેચિત છે. નયસારના ભાવમાં પ્રાપ્ત થયેલ સમ્યગ્ગદર્શન મરિચિના ભવમાં હતું કે કેમ? અને હતું તે સંયમ ગ્રહણ કર્યા બાદ મરિચિ જેવા મુનિવરના આત્મામાં આવા કાયર અધ્યવસાયે કેમ પ્રગટ થયા? આ પ્રથમ પ્રશ્ન છે. એના સમાધાનમાં નયસારના ભાવમાં પ્રગટ થયેલ સમ્યક્ત્વ ત્યાર પછીના દેવકના ભવમાં અને થાવત્ મરિચિના ભવમાં દીક્ષાગ્રહણ કર્યા બાદ નવીન વેષની કપના પર્યત અવિચ્છિન્નપણે ટકયું હોય તે તે સંભવિત