________________
આવ્યું છે. સમગ્ર રીતે આ બધા ભવોનું વર્ણન વાંચતાં આપણે પર જે એક અવિચ્છિન્ન છાપ પડે છે તે એ છે કે, જે અનન્ત આત્માઓ વર્તમાન કાળે સિદ્ધાવસ્થામાં વિદ્યમાન છે, તેઓ સોને પણ મુક્તાવસ્થા પ્રાપ્ત કર્યા પહેલાં સંસાર પરિભ્રમણ અને જન્મ-મરણના અનેક ચક્રમાંથી પસાર થવું પડયું હોય છે, જે વિષય-કષાયે માનવ જાતને વર્તમાનકાળે પીડા ઉપજાવી રહ્યાં છે, તેવા જ વિષયકષાયેની આળપંપાળમાંથી મુક્ત આત્માઓને પણ એક વખત પસાર થવું પડ્યું હતું, એ હકીક્ત સમગ્ર માનવજાત માટે અત્યંત આશ્વાસનરૂપ બની રહે છે. ગમે તેવા પાપીમાં પાપી આત્માને પણ, જે ભવી આત્મા હોય તે જૈનદર્શન તેની મુકિતને હક્ક સ્વીકારે છે. બ્રાહ્મણ સ્ત્રી, બાળક અને ગાયની હત્યા કરનાર દઢપ્રહારી જેવા મહાપાપી માનવીએ પણ તેજ ભવમાં મુકિત પ્રાપ્ત કરી એ હકીકત મુદ્રમાં કુદ્ર અને પામરમાં પામર માનવીમાં પણ એક નવી જાતની ચેતના ઉભી કરે છે. - જે પળે માણસના મનમાં “હું” અનંત ઐશ્વર્યને માલિક છતાં કર્મની પરાધીનતાના કારણે પામરને પામર બની ગયું છું. મારે દેહ અને આત્મા બંને ભિન્ન ભિન્ન છે, હું તન્ય સ્વરૂપ છું. અને શરીરાદિ પદાર્થો તે અનિત્ય તેમ જ નાશવંત છે, એવું ભાન ઉત્પન્ન થાય, ત્યારે મહર્ષિ હરિભદ્રસૂરિજીએ ગબિંદુમાં કહ્યું છે તેમ, એક તરફથી આત્માના ઉપર મેહનો પ્રભાવ ઘટવાને આરંભ થાય છે.