________________
- પૂજ્ય આચાર્ય શ્રી જૈન ધર્મ દર્શન અને કર્મ સિદ્ધાંતના ઉલ્લેખનીય વિદ્વાન છે. તત્વજ્ઞાનના શ્રેષ્ઠ પ્રવચનકાર પણ છે. તેમણે ખૂબ સુંદર અને મધુર શૈલીમાં ભગવાન મહાવીરના પૂર્વ જન્મનું વિવેચન પ્રસ્તુત ગ્રંથમાં કર્યું છે. તેનાથી વાચકો બેધ ગ્રહણ કરીને ખરાબ કાર્યોથી બચે અને સારા કાર્યોથી પ્રવૃત્ત બને. એ જ પ્રસ્તુત ગ્રંથ લખવાને ઉદ્દેશ્ય છે. ભગવાન મહાવીરની જેમ આપણે પણ મહાવીર બનીએ એ શુભ કામના સાથે મારું વકતવ્ય સમાપ્ત કરું છું. .
–અગરચંદ નાહટા માગશર સુદ ૧૪ સં. ૨૦૩૧ બીકાનેર (રાજસ્થાન)