________________
૩૨૬
શ્રમણ ભગવાન મહાવીર
રાશિ જોયેલ હોવાથી તમારો પુત્ર મણિરત્નથી જડેલા સમવસરણમાં બિરાજમાન થઈ ધર્મદેશના આપશે.
(૧૪) ચીઢમા સ્વપ્નમાં નિધૂમ અગ્નિશિખા જોયેલ હવાથી ભવ્ય જી પી સુવર્ણની શુદ્ધિ કરનારી તમારો પુત્ર થશે.
અને ચોદેય મહાસ્વપ્નનાં યથાર્થ સામુદાયિક ફલ તરીકે તમારો પુત્ર સકલકર્મને આ ભવમાં જ સંપૂર્ણ ક્ષય કરી ચાદરાજલકના અગ્રભાગે વર્તતી સિદ્ધ શિલામાં બિરાજમાન થશે.
સ્વપ્ન લક્ષણપાઠકો પાસેથી શિલા ક્ષત્રિયાણીને આવેલાં ઉત્તમત્તમ ચૌદ મહાસ્વપ્નનાં સર્વાતિશાયી ફળને શ્રવણ કરી સિદ્ધાર્થ રાજા અત્યંત પ્રસન્ન થયા તેમજ સ્વ
લક્ષણ પાઠકને ફૂલહાર-શ્રીફળ વગેરેથી સત્કાર-સન્માન કરી જીવન પર્યંત ચાલે તેટલું વિપુલ સુવર્ણ મુદ્રા વગેરેનું દાન આપી તેમને વિદાય કર્યા. ત્રિશલા ક્ષત્રિયાણી પાસે સ્વપ્નનાં ફળનું કથન રાજસભામાં સિદ્ધાર્થ રાજાએ ત્રિશલા ક્ષત્રિયાણીને બેસવા માટે પોતાની નજીકમાં જવનિકા (પડદા) ની પાછળ ભદ્રાસન તૈયાર રખાવેલું હતું અને સ્વપાઠકે રાજસભામાં આવ્યા તે અગાઉ ત્રિશલા ક્ષત્રિયાણ પોતાને ભદ્રાસન ઉપર આવીને બેસી ગયા હતા, જેથી સ્વપ્ન લક્ષણપાઠકેએ પિતાને આવેલાં ચૌદ મહાસ્વપ્નનું જે સર્વોત્તમ ફળ જણાવ્યું તે બધી હકીક્ત ત્રિશલાએ પોતે યથાર્થપણે શ્રવણ કરેલ હતી. એમ છતાં સ્વપ્ન લક્ષણ