________________
૩૨૪
શ્રમણ ભગવાન મહાવીર
નિકાયમાંથી ચ્યવીને અહીં અવતરેલ હશે. હે રાજન ! આ ચોદેય મહાસ્વપ્નોનું સામુદાયિક ફળ તે આપને અમે સં. ક્ષેપમાં જણાવ્યું એ ચૌદ મહાસ્વપ્નો પૈકી એક એક મહાસવપ્નનું ભિન્ન ભિન્ન શું ફળ પ્રાપ્ત થશે ? એ બાબત આપને અમે જણાવીએ છીએ.
ચૌદેય મહાસ્વપ્નનું ભિન્ન ભિન્ન ફળ (૧) હે રાજન ! ત્રિશલાક્ષરિયાણીએ પ્રથમ સ્વપ્નમાં કેશરી સિંહને જે જોયેલ છે. તેના પ્રભાવે તમારો પુત્ર વિષયવિકાર કિંવા કામ-વાસના રૂપી મદોન્મત હાથી અને હાથિણીનાં સમૂહથી પરવશ બનેલ ભવ્ય જીવને આધ્યાત્મિક સામ્રાજ્ય અપાવનાર થશે.
(૨) બીજા સ્વપ્નમાં ચાર દંતશૂલથી શેભાયમાન હાથીને જેલ હેવાથી તમારો પુત્ર દાન-શીલ-તપ-ભાવ આ ચારેય પ્રકારનાં ધર્મનું વિશ્વમાં પ્રવર્તન કરશે.
(૩) ત્રીજા સ્વપ્નમાં વૃષભને જોયેલ હોવાથી હે રાજન! તમારો પુત્ર ભરતક્ષેત્રમાં બેલિબીજની સફળ વાવણી કરવામાં કુશલ હશે.
() ચોથા સ્વપ્નમાં અભિષેક સહિત લક્ષ્મી દેવીના ત્રિશલા ક્ષત્રિયાણીએ દર્શન કરેલાં હોવાથી તમારો પુત્ર વાર્ષિક દાન આપશે. અને તીર્થંકર પદની લક્ષ્મીનો ભેતા બનશે.
(૫) પાંચમા સ્વપ્નમાં છ એ તુના પુખેથી ગુંથેલ અને સુવાસથી મઘમઘાટ કરતી માળાનાં યુગલને જોયેલ રહેવાથી હે રાજન્ ! તમારો પુત્ર ત્રણેય ભુવનમાં સર્વ કેઈને