________________
બે જ ગતિમાંથી તીર્થકર જન્મ લે છે.
- ૩૨૩
થઈ જાય છે. એકલી ગતિને બંધ થયે હેય પણ સાથે સાથે તે ગતિને લાયક આયુષ્યને બંધ થઈ ગયો હોય તે આયુધ્ય બંધને પલટ થવાની શક્યતા ન હોવાથી ભાવિમાં તીર્થકર થનાર આત્માને પણ તે ગતિમાં અવશ્ય અવતાર લેવો પડે છે. તીર્થકર થનાર આત્મા માટે અગાઉ જણવ્યા પ્રમાણે બે જ આગતિ દ્વાર છે. મનુષ્ય અથવા તિર્યચના ભવમાંથી મનુષ્ય તરીકે જન્મ લેનાર સકલ કમને ક્ષય કરી મેક્ષનો અધિકારી બની શકે છે. પરંતુ તીર્થકર પદ એ આત્માને પ્રાપ્ત થઈ શકતું નથી. એ જ પ્રમાણે દેવલેની અપેક્ષાએ ભવનપતિ-વ્યંતર અને જતિષી નિકાયમાંથી વીને મનુષ્ય જન્મ પ્રાપ્ત કરનાર એ માનવ જન્મમાં મેક્ષે જઈ શકે છે, પણ તીર્થંકરપદની પ્રાપ્તિ એ માનવને થઈ શકતી નથી નરકગતિમાં પણ પહેલી, બીજી, અને ત્રીજી નરકમાંથી ચ્યવી માનવજન્મ લેનારને તીર્થંકરપદની પ્રાપ્તિ શ્રેણિક મહારાજા વગેરેની માફક શક્ય છે પણ ચોથી પાંચમી કે છઠ્ઠી નરકમાંથી નીકળીને માનવજન્મ લેનાર મહાનુભાવને મોક્ષ સર્વવિરતિ અને દેશવિરતિનાં લાભ ક્રમશઃ મળી શકે છે. પણ તીર્થંકર પદ પ્રાપ્ત થઈ શકતું નથી. પ્રાંસગિક કેટલીક તાત્વિક વિચારણા કરી. - હે સિદ્ધાર્થ ક્ષત્રિય ! ત્રિશલા ક્ષત્રિયાણીએ કેશરી સિંહ, ગજ, વૃષભાદિ જે ચૌદમહાસ્વપ્નો જોયેલાં છે, તે પૈકી બારમાં સ્વપ્નમાં દિવ્ય વિમાન જોયેલ હોવાથી ક્ષત્રિયાણી જે પુત્રરત્નનો જન્મ આપશે. તે પુત્રને આત્મા વૈમાનિક