________________
૩૪.
અસિ, મસિ અને કૃષિ અને સર્વ પ્રકારના જીવન ઉપયોગી હુનર શિખવ્યા તેથી અષભદેવ, આદિનાથ આદીશ્વર કહેવાયા. ભાગવત્ પુરાણમાં પણ તેમના અવતારને માનીને જૈન ધર્મના પ્રવર્તક તરીકે દર્શાવ્યા છે.
ઋષભદેવ પછી અજિતનાથ આદિ વીશ તીર્થકર થયા. ત્યારબાદ ભગવાન અરિષ્ટનેમિ બાવીસમા તીર્થંકર થયા જે પુરુષોત્તમ શ્રી કૃષ્ણના પિત્રાઈ ભાઈ હતા. * મહાભારતના યુદ્ધને જે ઈતિહાસ તરીકે માનવામાં આવે, તે ભગવાન નેમિનાથને પણ ઐતિહાસિક પુરુષ માનવા જ જોઈએ. પ્રાચીન આગમાં મહાભારત ગ્રંથનું નામ ઇતિહાસ તરીકે બતાવવામાં આવ્યું છે. મથુરાની આસપાસ ભગવાન નેમિનાથની થેલી એવી પ્રાચીન મૂર્તિઓ મળી આવી છે, જેની સાથે કૃષ્ણ અને બળશમ પણ આલેખાયેલ છે. આથી તેમના ઘનિષ્ટ સંબંધની પુરાતાત્વિક સાક્ષી પણ પ્રાપ્ત થાય છે. જેના આગમે અનુસાર શ્રીકૃષ્ણ ભગવાન અરિષ્ટનેમિના મહાન ભક્ત હતા. નેમિનાથનું નિર્વાણ ગિરનાર પર્વત પર થયું. નેમ-રાજુલની ગાથા ખૂબ જ પ્રસિદ્ધ છે. ત્રેવીસમા તીર્થંકર ભગવાન પરિષાદાનીય પાર્શ્વ નાથને તે બધા જ ઐતિહાસિક મહાપુરુષ માને જ છે. ભગવાન મહાવીરના નિર્વાણ પહેલાં ફકત અઢી વર્ષે જ ભગવાન પાર્શ્વનાથ નિર્વાણ પામ્યા હતા. ભગવાન પાર્શ્વ નાથના સાધુ-સાધ્વી અને શ્રાવક, શ્રાવિકા ભગવાન મહાવીરના