________________
૩૩
લઈને અનેક અતિશય પ્રગટે છે. આગળ ચાલીને તેઓ સંન્યાસ અર્થાત્ સાધુધર્મની દીક્ષા લઈને સાધના કરે છે. પછી કેવળજ્ઞાન” પામીને સર્વત્ર વિચરીને ધર્મોપદેશ દેતા રહે છે. તેમની વાણીથી પ્રભાવિત થઈને હજારે લેકે સર્વ વિરતિ ધર્મ અને લાખ વ્યકિતઓ દેશવિરતિ ધર્મ તથા સમ્યગર્શન પ્રાપ્ત કરીને આત્મકલ્યાણ કરે છે. આવા મહાન ઉપકારી વ્યક્તિને સર્વોચ્ચ સ્થાન દેવું સર્વથા (૩યુnd)
ગ્ય જ છે. તેમના પ્રવર્તિત તીર્થોને આચાર્ય સમંતભ સર્વોદયતીની જ સંજ્ઞા આપેલ છે.
જૈન માન્યતા અનુસાર પાંચ ભરત પાંચ ઐરવતક્ષેત્રમાં ઉત્કર્ષ અને અપકર્ષ કાળને ઉત્સર્પિણી તથા અવસર્પિણી કાળ કહેવામાં આવે છે. તે બન્ને મળીને કાળચક બને છે. પ્રત્યેક ઉત્કર્ષ અને અપકર્ષ કાળના ત્રીજા ચેથા આરામાં વીશ તીર્થકર જન્મ લે છે. આપણે લેકે જ્યાં રહીએ છીએ, ત્યાં દક્ષિણ ભરતક્ષેત્ર છે. અને વર્તમાનકાળ અવસર્પિણી અર્થાત ઉતરતે કાળ છે. તેને ત્રીજા આરાના છેલ્લા કાળમાં પ્રથમ તીર્થકર ભગવાન રાષભદેવ થયા, જેમણે વર્તમાન ભારતીય સભ્યતાને પાયે નાંખે. તેમના મોટા પુત્ર ભરત પ્રથમ ચક્રવર્તી થયા. તેમના નામ પરથી આ દેશનું નામ ભારતવર્ષ અથવા ભરતક્ષેત્ર પડયું. ભગવાન અષભદેવે પિતાની પુત્રીઓને લિપિ અને અંક અર્થાત્ લેખન અને ગણિતનું જ્ઞાન આપ્યું અને ચેસઠ કલાઓ શિખવાડી અને પુરૂષોને ૭૨ કલાઓ અથવા વિદ્યાઓ શિખવાડી.