________________
તીર્થકરનામકર્મ પુણ્યને પ્રબળ પ્રભાવ
૨૭૧ વિશિષ્ટ પ્રકારનાં સમુદાયમાં નજીક અથવા દુર રહેલા સી ધર્મેન્દ્રના સિંહાસન જેવાં અણુ-પરમાણુંઓના સમુદાયનું આકર્ષણ કરવાની કે એ અણુ-પરમાણુના સમુદાયને ચલિત કરવાની શક્તિ હોય, એ હકીક્ત આજના વૈજ્ઞાનિક અણુપરમાણુની શક્તિના પ્રગાત્મક પુરાવાના યુગમાં બરાબર બંધબેસતી આવે છે. તેથી ભગવાનના અવતરણ પ્રસંગે સૌધર્મદેવલોકના સિંહાસનને ચલિત થવાની હકીક્ત માટે સંશય રાખવાનું કોઈ કારણ નથી. કલ્યાણુક સમયના અજવાળા અને શાંતિ સર્વદા ન
હેવા બાબત શંકાનું સમાધાન ભગવાન તીર્થકર દેવન ચ્યવન, જન્મ વગેરે કલ્યાણક પ્રસંગે નારકીના સ્થાને સહિત અખિલ વિશ્વમાં ક્ષણભર (એટલે ૪૮ મીનીટ સુધી) અજવાળાં–અજવાળાં પથરાય, અને પૃથ્વી, પાણી વગેરે પાંચ પ્રકારના સ્થાવર જીવેને તેમજ નારકી વગેરે સર્વજીને એ અવસરે ક્ષણભર સુખ શાંતિને અનુભવ થાય તે એ અજવાળાં અને સુખ-શાંતિને અનુભવ તીર્થંકર પરમાત્માના ગર્ભાવતારથી લઇને નિર્વાણ પર્યત કાયમ કેમ ન રહે? તીર્થંકર પરમાત્માનું અસ્તિત્વ જે વિશ્વમાં સર્વ કેઈને સુખ શાંતિના અનુભવનું કારણ હોય તે જ્યાં સુધી પરમાત્મા તીર્થંકર વિદ્યમાન હોય ત્યાં સુધી એ અજવાળાં અને સર્વને સુખ-શાંતિને અનુ
૧ ધરતી ઉપર બેઠાં બેઠાં દુર દુર રહેલો ઉપગ્રહો વગેરેનું ધરતી ઉપરથી કરવામાં આવતું સંચાલન આ વાતની સંપૂર્ણ સાબીતી કરી આપે છે.
થશે.