________________
૨૭૦
શ્રમણ ભગવાન મહાવીર
પાપની જ લીલા છે. એક જ પિતા તેમજ એક જ માતાના પાંચ સંતાનમાં બધાયનું પ્રારબ્ધ સરખું નથી હોતું, જે અનુભવસિદ્ધ છે. આવા સંજોગોમાં પુણ્ય અને પાપને માન્યા સિવાય કોઈ પણ બુદ્ધિમાનને ચાલે તેમ નથી.
આ પુણ્યના અનેક વિભાગે છે. માનવજીવન મળવું, પંચેન્દ્રિયની પૂર્ણતા પ્રાપ્ત થવી, નિરોગી શરીર અને ઉત્તમ કુલ તેમજ ધન-દોલત વગેરેની અનુકુળતા મળવી, એ બધા પુણ્યના પ્રકારે છે. શાસ્ત્રગ્નમાં નવ પ્રકારે પુણ્ય બાંધવાની તેમજ બેંતાલીશ પ્રકારે પુણ્ય ભેગવવાની જે હકીકત આપી છે. તે યથાર્થ હોવા છતાં સ્થૂલ છે. સૂક્ષ્મ દૃષ્ટિએ વિચારતાં તે પુણ્ય બાંધવાના તેમજ પુણ્ય ભેગવવાના અસંખ્ય પ્રકારો છે. પુણ્યના આ સર્વ પ્રકારમાં તીર્થકર નામકર્મની પુણ્યપ્રકૃતિનું સ્થાન શિરોમણિ છે. જગતના સર્વ છે માટે વિવબંધુત્વની ઉત્કૃષ્ટ ભાવના રૂપી પુણ્યબંધને હેતુ પણ બીજા સર્વ પુણ્યબંધના હેતુની અપેક્ષાએ સર્વોત્તમ છે. કાર્ય સર્વોત્તમ હોય તે તેનું કારણ પણ સર્વોત્તમ જ હોવું જોઈએ. ઈદ્ધિનું સિંહાસન ચલિત થવાના સંદેહનું સમાધાન
વર્તમાનમાં કઈ કઈ મહાનુભાવોને ભગવાન તીર્થકર દેવના અવતરણ (ચ્યવન કલ્યાણક) પ્રસંગે સંધર્મેન્દ્રના સિંહાસનના ચલિત થવાને વિષયમાં સંદેહ રહે છે. પરંતુ પુણ્ય કે પાપ એ અમુક પ્રકારના અણુ-પરમાણુઓને સ્કંધ રૂપે પરિણમેલ સમુદાય છે. અને આણું–પરમાણુંઓના