________________
વશમં તીર્થ પદ
૨૭
તીર્થકર ભગવતેની કલ્યાણભૂમિ તેમ જ વિહારભૂમિ પણ તીર્થ તરીકે જિનશાસનમાં પ્રસિદ્ધ છે. ભગવાન તીર્થકર દેવે ભવ્ય જીના કલ્યાણ માટે જિનપ્રવચનરૂપ ધર્મતીર્થના પ્રવર્તન કરી, એ ધર્મતીર્થના સાક્ષાત મૂર્તિ માન સ્વરૂપ પ્રથમ ગણધર ભગવંત (અપેક્ષાએ કોઈપણ ગણધર ભગવંત) એ પણ તીર્થ છે. એ ધર્મતીર્થના આધારભૂત શ્રમણપ્રધાન ચતુર્વિધ સંઘ પણ તીર્થ છે. ધર્મતીર્થ સ્વરૂપ જિનપ્રવચનનું શ્રવણ કરવા દ્વારા શ્રુતસામાયિક, સમ્યત્વ સામાયિક યાવત્ સર્વવિરતિ સામાયિક પ્રાપ્ત કરનાર શ્રમણ નિર્ગથ પણ ધર્મતીર્થ છે. અને એવા શ્રમણ નિર્ગળે હજારો લાખે યાવત્ કોડની સંખ્યામાં જે ભૂમિ ઉપર સક્ત કર્મને ક્ષય કરી નિર્વાણપદને પામ્યા હોય તે ભૂમિ પણ તીર્થમય બની જાય છે, “આ પ્રમાણે સ્થાવર, જંગમ ઉભય પ્રકારના તીર્થની હું એવી અપૂર્વ આરાધના કરું કે મારો આત્મા ભાવિકાલે સ્થાવર જંગમ ઉભય તીર્થને પ્રવર્તનમાં નિમિત્તરૂપ બને.” આવી સર્વોત્કૃષ્ટ ભાવના અસંખ્ય પ્રદેશે પ્રાપ્ત કરનાર મહાનુભાવ તીર્થંકર નામગેત્રને બંધ કરી ભવિષ્યમાં તીર્થંકર પદને પ્રાપ્ત કરે છે.