________________
૨૩
કરવાની અભિલાષા જાગી, અને તેમણે પોતાના માસિકમાં એ લેખ ક્રમશઃ પ્રગટ કરવા શરૂ કર્યાં, જેટલા લેખા ‘જૈન યુગ'માં પ્રગટ થયેલા તેટલા લેખા તા સુધારા વધારા સાથે સુધાષામાં પ્રગટ થઇ ચૂકયા. પરંતુ સુધાષાના ત ંત્રી મહાશયની તેમ જ સુધાષાના વાચકેાની આગળના લેખા માટે માંગણીથતાં બાકીની લેખમાળાના પણ પ્રારંભ થયા.
દરમિયાન હું હૃદયરોગની બિમારીમાં પટકાયા, શરીર અસ્વસ્થ બન્યું, મુ ંબઇની સ્થિરતા દરમિયાન શાસનના અનેકવિધ કાર્યાં, તેમજ સાધુએનું પન-પાઠન વગેરે કારણે લેખમાળામાં વચ્ચે વચ્ચે ખાંચા તા પડતા હતા, શરીરની અસ્વસ્થતાના કારણે એમાં વધુ ખાંચા પડયા અને ભગવાન મહાવીર પ્રભુના સ્થૂલ સત્તાવીશ ભવા પૈકી `ખાવીશ તેવીશમા ભવ સુધીની લેખમાળા પછીના લેખા લખવાનું લગભગ બંધ થઈ ગયું. શરીર થાડુ સ્વસ્થ થતાં પચ્ચીશમા નંદનમુનિના ભવ સુધી આ લેખમાળા પુનઃ ચાલુ રહી પણ પછી તે। આ લેખા લખવાનુ અનેકવિધ ધાર્મિક પ્રવૃત્તિના કારણે કિવા ગમે તે હેતુએ લગભગ અટકી ગયું.
જે જે મહાનુભાવાએ આ લેખ વાંચેલા તેમાંના કેટલાક ભાઈઓ તરફથી આ બધાય લેખાને વ્યવસ્થિત રૂપે ગાઢવી અને અધુરૂં લખાણ પૂર્ણ કરી વર્તમાન જૈન શાસનના અધિપતિશ્રમણ ભગવાન મહાવીર પ્રભુના
જીવનને એક મનનીય ગ્રન્થ ચતુર્વિધ જૈનસંઘ તેમજ જૈનેતર જનતા માટે પ્રગટ કરવાનો વિશેષ આગ્રહ થયા.