________________
રમે ભવ-વિમલ રાજકુમાર
૧૪૯
બાદ પાછળથી સમ્યગ્દર્શન અને સંયમની પ્રાપ્તિ થાય અને એની આરાધનાના પ્રસંગે સરોગસંયમના કારણે સંવર અને સકામનિર્જરા સાથે એવું પુણ્યાનુબંધિ પુણ્ય બંધાય કે હવે પછીના મનુષ્યના ભવમાં ચકવર્તીપણું અને ચારિત્ર બન્નેની પ્રાપ્તિને વેગ થાય.
વિમલ રાજાને માટે પણ એમ જ બન્યું છે. ચારિત્ર ગ્રડણ કર્યા બાદ નિરતિચારપણે સંયમની આરાધના કરી અંત સમયે સમાધિપૂર્વક કાલધર્મ પામી ર૩ મા ભવમાં એ વિમળરાજા (ભગવાન મહાવીરને આત્મા) એ રાજકુળમાં રાજકુમાર તરીકે મનુષ્ય અવતારને પામે છે.