________________
૨૨ મે ભવ-વિમલ રાજકુમાર ચારિત્રગ્રહણ
૧૪૭
શાસ્ત્રોમાં સંસારી આત્માઓની ચાર ગતિ તથા એ ચારેય ગતિના આયુષ્યના બંધના કારણોનું વર્ણન આવે છે તેમાં આરંભ-પરિગ્રહની અલ્પતા અને સ્વભાવમાં ભદ્રક્તા એ મનુષ્યગતિ તેમજ મનુષ્યભવના આયુષ્ય માટેના કારણે તરીકે વર્ણવાયાં છે.
આગામી ભવના આયુષ્યને બંધ મનુષ્ય માટે સામાન્ય રીતે પિતાના ચાલુ આયુષ્યના બે ભાગ પૂર્ણ થાય અને ત્રીજો ભાગ બાકી રહે ત્યારે થવાનું શાસ્ત્રોમાં વર્ણન આવે છે. એ અવસરે પણ આયુષ્યને બંધ ન થયે તે બાકી રહેલા આયુષ્યના ત્રીજા ભાગે પડે, એ અવસરે પણ આયુષ્ય ન બંધાયું તે તેના ત્રીજા ભાગે બંધાય. એમ કરતાં કરતાં છેલ્લું અંતર્મુહૂર્ત બાકી રહે ત્યારે તે પરભવનું આયુષ્ય અવશ્ય બંધાય છે.
ચારિત્રગ્રહણ રાજા વિમલને આગામી ભવ માટે મનુષ્યઆયુષ્યને બંધ થયા બાદ ચાલુ આ યુષ્યને ઘણા વર્ષો બાકી હતા. એ વર્ષો દરમિયાન સદ્ગુરુના મુખેથી ધર્મદેશનાનું શ્રવણ કરી ઠરાગ્યરંગથી વાસિત બની વિમલ રાજાએ ચારિત્ર ગ્રહણ કર્યું.
ચારિત્ર ગ્રહણ કર્યા બાદ જ્ઞાન-ધ્યાન-સંયમની આરાધનામાં ઉજમાળ બનવાના કારણે એક બાજુથી સંવર અને સકામનિર્જરા દ્વારા સંસારમાં રખડાવનાર અશુભ કર્મોથી