________________
૧૪૬
શ્રમણ ભગવાન મહાવીર
અંતરાત્મામાં દયા-કરુણ-અનુકંપાના પરિણામને પ્રવાડ અખલિતપણે વહી રહ્યો છે. કેઈપણ અન્યજીવના દુઃખને દેખતાં રાજા વિમલનું હૈયું કરુણથી છલકાઈ જવા સાથે તેના દુઃખનું નિવારણ કરવા માટે તત્પર હોય છે.
વિશ્વભૂતિ મુનિના ભાવમાં થયેલા નિયાણાજન્ય અકુશલાનુબંધની પરંપરાનો હવે ભગવંતનાં આત્માને અંત આવ્યા છે. અને નયસારના ભાવમાં પ્રાપ્ત કરેલા સમ્યગ્દર્શ નના પ્રકાશ ઉપર જે આવરણ આવેલ હતું, તે દૂર થવાથી એ અંતરંગ દિવ્ય પ્રકાશને પુન: પ્રારંભ થઈ ચૂકી છે.
રાજા વિમલની અનુકંપા , રાજા વિમલ એક અવસરે કોઈ કાર્ય પ્રસંગે નજીકના અટવી પ્રદેશમાં ગયા છે. ત્યા એક શિકારીને પાશદ્વાર નિરપરાધી હરણીયાઓ પકડતે દેખે. આ દશ્યથી રાજાનું હૈયું તુરત દયદ્ર બન્યું. શિકારીને જે રીતે સમજાવવો ઘટે તે રીતે સમજાવીને પાશમાં સપડાયેલા સંખ્યાબંધ હરણોને પાશના બંધનમાંથી મુકત કરાવી અભયદાન આપ્યું.
આવી અનેકાનેક કુશલાનુબંધની પ્રવૃત્તિઓ અને ભદ્રક પરિણામના મેગે વિમલ રાજાએ આગામી ભવ અંગે મનુવ્યના આયુષ્યને બંધ કર્યો.
૨૨ મા ભવ તરીકે વિમલ રાજકુમાર અને તેનું જીવન જે રજૂ થયું છે. તે નંદલાલ વકીલ રચિત મહાવીર ચરિત્રના આધારે થયું છે. અન્ય કોઈ ગ્રન્થમાં આ જાતને ઉલેખ મળતા નથી, શ્રી નંદલાલભાઈએ કયા આધારે લખ્યું હશે તે શોધવું રહ્યું.