________________
૧૪૪
શ્રમણ ભગવાન મહાવીર
ભગવાન મહાવીરદેવના આત્માને એકવીશમાં ચોથી નારકીના ભવ સુધીમાં અકુશલાનુબંધની પરંપરાને જે રીતે અંત આવવો જોઈએ. એ રીતે ન આવે, માટે જ ચેથી નારકીમાંથી નીકળીને ભગવંતને આત્મા અમુક ભવો સુધી તિર્યંચ વગેરે મુદ્ર ભવમાં ઉત્પન્ન થયે અને અકુશલાનુબંધની પરંપરાને એ ભવો દરમિયાન અકામનિર્જરા દ્વારા અંત કર્યો,
કુશલાનુબંધને પુનઃ પ્રારંભ આ રીતે અકુશલાનુબંધને અંત થવા બાદ બાવીસમાં વિમલ રાજકુમારના ભવથી કુશલાનુબંધનો પુનઃ પ્રારંભ થાય છે. એ બાબત હવે રર મા ભવના વર્ણનથી જાણવા મળશે.
રપુર નામના નગરમાં ધર્મપરાયણ પ્રિયમિત્ર રાજાની પતિવ્રતા વિમલા રાણીની કુક્ષીમાં ભગવંત મહાવીરને આત્મા બાવીશમા ભવે પુત્ર તરીકે ઉત્પન્ન થયે. ગર્ભકાળ પૂર્ણ થયા બાદ વિમલા રાણીએ શુભ લગ્ન પુત્રને જન્મ આપ્યું.
એકવીશમા ભવ પછીના ગણતરીમાં નહિ ગણેલા તિર્યંચ વગેરે અનેક ભવ દરમિયાન અકામનિર્જરા દ્વારા અશુભ કર્મ ઘટી ગયું અને શુભકર્મ બંધ શરૂ થયે. એ શુભકર્મના કારણે જ મનુષ્યને ભવ ઉપરાંત ધર્મપરાયણ રાજા અને પતિવ્રતા રાણીને ત્યાં ભગવાન પુત્ર તરીકે અવતર્યા.
સકામ-અકામ નિર્જર સકામ નિજર એ ઉત્તમોત્તમ નિર્જરા છે. અને એ