________________
અકુશલાનુબંધની પરંપરાને અંત
૧૪૩
એમ છતાં એક વાત નિશ્ચિત છે કે વિશ્વભૂતિ મુનિ તરીકેના ૧૬ મા ભવમાં નિયાણાના પાપ દ્વારા અકુશલાનુબંધનું જે બીજારોપણ થયું હતું, તેની પરંપરાનો અંત ૨૧ માં ચોથી નરકના ભવ સુધી નથી આવ્યું. અને એ અકુશલાનુબંધની પરંપરાને અંત ન આવે ત્યાં સુધી કુશલાકુશલાનુબંધ તેમજ કુશલાનુબંધને અનુકૂળ યંગ પ્રાપ્ત થાય નહિ.
આવા કારણે જ અકુશલાનુબંધની પરંપરાને અંત થવામાં નિમિત્ત રૂપે સહાયક બનતા તિર્યંચાદિ અનેક ભાવે એકવીશમા ભવ પછી પણ ભગવંતના આત્માને કરવાને પ્રસંગે પ્રાપ્ત થયેલ છે.
અકુશલાનુબંધની પરંપરાને અંત જે જીવ અનાદિકાળથી મિથ્યાદષ્ટિ છે, અને હજી ચરમાવર્તમાં આવ્યું નથી. એ આત્મા તે સંસારમાં ગમે તે ગતિમાં ઉત્પન્ન થાય તે પણ તેને અકુશલાનુબંધની જ પરંપરા ચાલે છે.
પરંતુ જે આત્મા શરમાવર્તમાં આવવા સાથે એકવાર સમ્યગ્દર્શન પામી ગયા છે, તે આત્માને પણ કોઈવાર પ્રતિકુલ નિમિત્ત મળતાં અકુશલાનુબંધનું બીજારોપણ થવા સાથે અનેક ભવો પર્યત તેની પરંપરા ચાલે છે, પરંતુ પાંચ-સાત કે અમુક ભવો બાદ એ અકુશલાનુબંધની પરં. પરાને અંત અવશ્ય આવે જ છે.