________________
સોળમો ભવ “વિશ્વભૂતિ મુનિરાજ
ન હેત તે મુષ્ટિ પ્રહાર વડે કાંઠાનાં ફળ જેમ નીચે પાડી નાંખ્યા તે પ્રમાણે તમે બધાય વિશાખાનંદીના પરિવારના મસ્તકે હમણું ધડથી નીચે પાડી દેત.” એ પ્રમાણે વિશાખાનદીના દ્વારપાલને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું, અને ચિત્તમાં વિચાર કરવા લાગ્યા કે “હું જ્યારે આટલી સરલતા અને વડીલે પ્રત્યે ભક્તિભાવ રાખું છું ત્યારે વડીલે મારી સાથે કપટબાજી રમે છે. ખરેખર ! સંસાર આવા કુડકપટથી જ ભરેલ છે. વિષય-ભેગનું સુખ ક્ષણિક અને પરિણામે અતિ દુઃખદાયી છે. આવા સંસારમાં રહેવું અને આત્માને અધોગતિને અધિકાર બનાવે તે અપેક્ષાએ અનેક પ્રકારની ખટપટ અને કાવાદાવાથી ભરેલા આ સંસા રની મેહમાયાને તિલાંજલી આપી આત્મકલ્યાણના પવિત્ર પંથે પ્રયાણ કરવું એ મારા માટે અત્યંત હિતાવહ છે.”
આ પ્રમાણે વૈરાગ્યવાસિત બનવા સાથે ચારિત્રગ્રહણને નિર્ણય કરી પિતાના ઘેર માતા-પિતા પાસે ન જતાં સીધે સીધા તે પ્રદેશમાં વિચરતા સ્થવિરમહર્ષિ શ્રી સંભૂતિ મુનિવર પાસે વિશ્વભૂતિ પહોંચી ગયા અને અતિ ઉલ્લાસ પૂર્વક ચારિત્ર ગ્રહણ કર્યું. વિશ્વભૂતિ રાજકુમાર હવે વિશ્વવઘ વિશ્વભૂતિ મુનિવર થયા. વિશાખાનદીના ક્તિા વિશ્વનંદને પાછળથી આ બાબતની જાણ થતાં, વિશ્વનંદી પિતાને અનુજ બંધુને સાથે લઈ વિશ્વભૂતિ મુનિવર પાસે આવ્યા. પિતાનાથી થયેલ અપરાધની વારંવાર ક્ષમા માંગી અને દીક્ષા છેડી પુનઃ ઘેર આવી રાજ્ય સ્વીકારવા માટે