________________
૫૪
શ્રમણ ભગવાન મહાવીર
જન્મનું જ્ઞાન થતાં પિતાનાં પુષ્ટ કરેલા સાંખ્ય મતને વધુ ને વધુ પ્રચાર કરવામાં પિતાની દિવ્યશકિતને ખૂબ ઉપયોગ કર્યો. મહાગ્રહનું પાપ એટલું ભયંકર છે. કે માતાગ્રહી આત્મા પોતાના આત્માનું તો અહિત કરે છે પણ અસંખ્ય વ પર્યત ગણુનાતીત આત્માઓને એ મતાગ્રહનાં પાપથી દુર્ગતિના અધિકારી બનાવે છે. ભગવાન મહાવીરનાં પાંચમા ભવથી પંદરમાં
ભવ સુધીની હકીકત બ્રાદેવકનું આયુષ્ય પૂર્ણ થયા બાદ પંચમભવમાં કિલ્લાક નામના સન્નિવેશમાં મરિચિ કિંવા ભગવાન મહાવીરને આત્મા કશિક બ્રાહ્મણરૂપે મનુષ્યજન્મ પ્રાપ્ત કરે છે. પૂર્વજન્મના વિરાધક ભાવને કારણે જીવનમાં વિષયાસકિત, ધનની લેલુપતા અને પાપાચરણમાં નિર્વસ પરિણામાદિ દુગુણે પ્રગટ થાય છે. એ ભવમાં એ કોશિક વિપ્રનું એંશી લાખ પૂર્વનું આયુષ્ય છે. આયુષ્યને ઘણે ભાગ ઉપર જણાવ્યા પ્રમાણે દુરાચારમાં પસાર થાય છે. એ કૌશિક વિપ્ર આયુષ્યના છેલલા ભાગે ત્રિદંડિપણનો સ્વીકાર કરે છે. છતાં જીવનને મોટે ભાગ અધમ આચારમાં પસાર થયેલ હોવાથી ભગવાન મહાવીરના આત્માને આ પાંચમા ભવ પછી પશુ-પક્ષી વગેરે અનેક મુદ્ર ભ કરવા પડે છે. સત્તાવીશ ભવોની ગણતરીમાં આ મુદ્ર ભોની ગણના કરવામાં આવેલ નથી. આ અનેક ક્ષુદ્ર માં પરિભ્રમણ દ્વારા અકામનિર્જરાનાં ગે અશુભ કર્મ હળવું બનતાં