________________
| |
શ્રી વિજયધર્મ સરિ
વિક્રમની વીસમી સદીમાં થયેલા અહિંસા ધર્મના
પ્રખર પ્રચારક, અને રધર પંડિત જૈનાચાય શ્રી વિજયધમ સૂરિની જીવનકથા પણ આવાજ પ્રકારની છે.
તેમના જન્મ ઇ. સ. ૧૮૬૭ ની સાલમાં કાઠિયાવાડના મહુવા બંદરમાં રહેતા એક સાધારણ સ્થિતિના જૈન કુટુંબમાં થયા હતા. તેમના પિતાનું નામ રામચંદ્ર અને માતાનું નામ કમળાદેવી હતું. બે મોટા ભાઇ અને ચાર બહેનેા વચ્ચે ઉછરતાં તે મેટા થયા હતા. તેમનુ` મૂળ નામ હતું મુળચંદ.
કુટુંબની સામાન્ય સ્થિતિને અંગે તથા બહેાળા વસ્તારમાં માતાપિતા તેમની જોઇએ તેવી દેખરેખ રાખી શકયા નહિ. તેના પરિણામે શેરીઓમાં રખડતા સામાન્ય છેકરાઓ સાથે ઉછરતાં જ તે મેાટા થયા. એ છેાકરાઓમાં કેટલાક જુઠ્ઠા, ચાર અને બજારમાંથી વીણીને બીડીએનાં ઠુંઠા પીનારા હતા. આ સાબતની અસર મુળચંદને થયા વિના ક્રમ રહે ?