________________
શ્રી વિધર્મસૂરિ
૧૫ વિચાર ગુજરાત ભણી પાછા વળવાને થે. આ અરસામાં જ તેમણે અહીંથી જિનશાસન નામનું એક માસિક શરૂ કર્યું, જેમાં ધર્મદેશના નામે એક લેખમાળા નિયમિત રીતે તેઓ લખવા લાગ્યા. અહીંથી તેઓ અધ્યા, ફેજાબાદ, લખનૌ, કાનપુર, કને જ, ફરૂકાબાદ, કાયમગંજ, પીરેજાબાદ વગેરે સ્થળે થઈને ૧૯૧૨ ની વર્ષાઋતુ પહેલાં આઝા આવ્યા અને ત્યાં ચાતુર્માસ કર્યું. એ ચાતુર્માસમાં તેમણે કેટલાક મહત્વનાં કાર્યો કર્યો. જેમાં આચા ખાતેની સુંદર જૈન લાયબ્રેરી તથા કાઠિયાવાડમાં પાલીતાણા ખાતેના જેન ગુરુકુળની સ્થાપના મુખ્ય હતી. છેલ્લા કેટલાક વર્ષો થયા યૂરોપ-અમેરિકાના વિદ્વાનને જૈન સાહિત્યને અભ્યાસ કરવામાં તેમણે સહાય આપવાની શરૂ કરી હતી, તે તો આ વખતે પણ વેગબંધ ચાલુજ હતી.
અહીનું ચોમાસું પૂરું થતાં તેઓ આગળ વધ્યા. મથુરા, વૃંદાવન, ભરતપુર, જયપુર અને અજમેર થઈ ખ્યાવર આવ્યા અને દક્ષિણ ભારવાડમાં વિહાર કર્યો.
બરાબર આજ અરસામાં જર્મનીના પ્રખ્યાત