________________
શ્રી વિજયધર્મસૂરિ જણાવી ! અને શ્રી ધર્મવિજ્યજીએ અનુકુળ સમયે એ જાતની ચર્ચા કરી તેમના મનની અનેક શંકાઓનું સમાધાન કર્યું.
કાશીમાં પોતાની ઈચ્છાઓ ફળીભૂત થયેલી જોઈ તેમણે બિહાર અને બંગાળાની ભૂમિ તરફ પગલાં માંડયાં. આ ભૂમિમાં શ્રી મહાવીર અને બીજા અનેક પવિત્ર પુરુષ જન્મેલાં હોવાથી તેમજ પવિત્ર તીર્થો આવેલાં હોવાથી શ્રી ધર્મવિજ્યજીને બહુજ આહૂલાદ છે. સાથેજ એ પ્રજામાં માંસાહારની અતિ પ્રવૃત્તિ જોઈ ખેદ પણ થે. તેમણે અહિંસા પર બહુજ જોરદાર વ્યાખ્યાને આપવા માંડયા અને ત્યાંના સેંકડે માણસોએ માંસાહારનો ત્યાગ કર્યો. - ઈ. સ. ૧૯૦૭માં તેઓ કલકત્તા પહોંચ્યા. અહીં જુદા જુદા વિદ્વાનેને સમાગમ કર્યો અને ઠેરઠેર અહિંસા પર તથા કાલિપૂજામાં થતા પશુવધ બંધ કરવા બાબત ભાષણ આપી લેકેમાં જાગૃતિ આણ. અહીં પણ ઘણા શ્રીમંત તથા મધ્યમ વર્ગના લેક તેમના ભક્ત બન્યા.
અહીંથી ન્યાયશાસ્ત્ર માટે અતિ પ્રખ્યાત નવદ્વીપનદિયાની મુલાકાત લઈ તેઓ કાશી પાછા આવ્યા. તે