________________
૧૨
શ્રી વિજયધર્મસૂરિ રાજમહેલમાં પધારવાનું આમંત્રણ પાઠવ્યું. યોગ્ય સમયે
શ્રી ધર્મવિજયજી ત્યાં ગયા ત્યારે રાજાએ તેમનું સારી રીતે સ્વાગત કર્યું અને ગ્ય સ્થાને બેસાડયા. આ વખતે કાશીના અનેક પ્રતિષ્ઠિત વિદ્વાને પણ ત્યાં આવ્યા હતા. શ્રી ધર્મવિજ્યજીએ એ બધાની સમક્ષ ધર્મસિદ્ધાન્તની અદ્દભુત રીતે ચર્ચા કરી બધાને મુગ્ધ બનાવ્યા. એ એ દિવસથી શ્રી ધર્મવિજ્યજીનું સ્થાન કાશીમાં ઘણું ઉન્નત થયું. - ઈ. સ. ૧૯૦૬ ની સાલમાં અલ્હાબાદમાં કુંભનો મેળે ભરાયે તે વખતે ત્યાં “સનાતન ધર્મ મહાસભા ની બેઠક પણ ભરવામાં આવી. તેમાં ભાગ લેવાને હિંદભરના પ્રખ્યાત વિદ્વાનોને આમંત્રણ આપવામાં આવ્યાં જેમાં શ્રી ધર્મવિજયજીનું મુબારક નામ પણ હતું. તેઓ આ આમંત્રણ મળતાં જ પોતાના શિષ્યમંડળની સાથે કાશીથી વિહાર કરી અલ્હાબાદ આવ્યા અને પરિષદમાં હાજરી આપી. ત્યાં જૈન ધર્મ વિષે એક હૃદયંગમ ભાષણ આપ્યું જે સાંભળી બધા શ્રોતાઓ સ્તબ્ધ થઈ ગયા. દરભંગાના મહારાજ તે એ ભાષણ સાંભળી એવા પ્રસન્ન થયા કે વ્યાખ્યાન પૂરું થતાં જ તેમની સાથે ધર્મચર્ચા કરવાની ઈચ્છા