SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાધ્યયન સૂત્ર ધીર પુરુષે ક્રિયાવાદ ઉપર રૂચિ કરવી અને અક્રિયાવાદને ત્યાગ કરે. દષ્ટિ વડે દષ્ટિસંપન્ન થઈને દુશ્ચર ધર્મનું આચરણ કરવું. ૩૩ અર્થ અને ધર્મ વડે યુકત આ પવિત્ર ઉપદેશ સાંભળીને ભરતે પણ ભારતવર્ષને અને કામને ત્યાગ કરીને દીક્ષા લીધી હતી. ૩૪. સગર રાજા પણ સાગર પર્યત ભારતવર્ષને અને પરિપૂર્ણ ઐશ્વર્યને ત્યાગ કરીને કરુણાથી નિર્વાણ પામ્યું હતું. ૩૫ મઘવના નામે મહદ્ધિક અને મહાયશસ્વી ચકવતીએ ભારતવર્ષને ત્યાગ કરીને પ્રવજ્યા સ્વીકારી હતી. ૩૬ મહદ્ધિક, ચક્રવર્તી મનુષ્યન્દ્ર રાજા સનસ્કુમારે પણ પુત્રને ૧. જૈન પુરાણુક્યા અનુસાર ભરત એ પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવના પુત્ર અયોધ્યાના રાજા અને પ્રથમ ચક્રવતી હતા. ૨. અયોધ્યાના રાજા તથા બીજા તીર્થકર શ્રી અજિતનાથના નાના ભાઈ સાગર એ બીજા ચક્રવતી હતા. . શ્રાવસ્તીના રાજા સમુદ્રવિજય અને ભદ્રારાણીને પુત્ર તથા ત્રીજે ચક્રવતી. किरियं च रोयई धीरे अकिरियं परिवज्जए । दिट्टीए दिट्ठीसपन्ने धम्मं चरम दुच्चरं एयं पुण्णपयं सोचा अत्यधम्मोवसोहियं । भरहो वि भारहं वासं चेचा कामाइ पत्रए सगरो वि सागरन्तं भरहवासं नराहिवो । इस्सरियं केवलं हिच्चा दयाइ परिनिव्वुडे चइत्ता भारहं वासं चक्कवट्टी महड्डिओ। पन्वज्जमब्भुवगेतो मघवं नाम महाजसो . सणकुमारो मणुस्सिन्दो चक्कवट्टी महडूढिओ। पुत्तं रज्जे ठवेऊणं सो वि राया तवं चरे ૨. “મો, ર૦
SR No.006018
Book TitleUttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1952
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy