SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાર ૧૮મું (ચૈત્યવંદનના ૧૨ હેતુ) ૭૩ www ગવતરણ–આ ગાથામાં ૧૨ હેતુનું ૧૮મું દ્વાર કહેવાય છે– चउ तस्स उत्तरी करण पमुह समाश्या य पण हेऊ । वेयावच्चगरत्ता-इ तिन्नि इअ हेउ बारसगं ॥५४॥ શબ્દાર્થ – પમુદ્ર-વિગેરે | =એ, એ પ્રમાણે. જાથાર્થ-તસઉત્તરીકરણ વિગેરે ૪ હેતુ, શ્રદ્ધા વિગેરે ૫ હેતુ, અને વેરાવ કરવાપણું વિગેરે ૩ હેતુ, એ પ્રમાણે ૧૨ હેતુ ચિત્યવં૦ ના છે પ માવા-પૂર્વે કહેલાં ૮ નિમિત્ત એટલે ફળરૂપ કાર્ય તેની સિદ્ધિમાં જે કારણરૂપ હોય તે હેતુ અહિં ૧૨ પ્રકારના છે. તે આ પ્રમાણે ઈરિયાવહિના કાઉસગ્ગથી પાપને ક્ષયરૂપ કાર્ય–ફળ થાય છે, પરંતુ તે દરિયાવહિમાં જે આલોચના પ્રાયશ્ચિત્ત અને પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત એ બે પ્રાયશ્ચિત્ત કર્યા છે, તે પ્રાયશ્ચિત્તથી પણ ઉત્તર (એટલે ઊર્વ—ઉપર ઉપરાન્ત) કરણ એટલે કાઉસગ્યા કરે તે પાપક્ષપણને હેતુ છે, એટલે અતિચાટાળવાનો હેતુ છે. પુન: તે કાઉસ્સગ્નની સિદ્ધિમાં પ્રાયશ્ચિત-(પશ્ચાતાપ) કરણ તે હેતુ છે. પુનઃ તે પ્રાયશ્ચિતની (પશ્ચાતાપની) સિદ્ધિમાં આત્માના શુદ્ધ પરિણામરૂપ વિશુદ્ધિ તે હેતુ છે, અને તે શુદ્ધ પરિણામમાં પણ નિઃશલ્ય કરણ (માયા-નિવાણ-મિથ્યાત્વ એ ૩ શલ્યને અભાવ) તે હેતુરૂપ છે. એ પ્રમાણે ઇરિયાવહિ સંબંધિ અતિચારેની શુદ્ધિમાં કાઉસ્સગ-પ્રાયશ્ચિત-આત્મશુદ્ધિ અને નિઃશલ્યતા એ જ હેતુ છે. અને તે પ્રત્યેક પૂર્વ પૂર્વના હેતુ છે. - તથા અરિહંત ચેઈયાણંના ત્રણે કાઉસ્સગ્નમાં જે વંદન ફળ વિગેરે ૬ ફળરૂપ કાર્ય છે તેની સિદ્ધિમાં શ્રદ્ધા-મેધા (વિશિષ્ટ બુદ્ધિ) પ્રતિ (વૈર્ય)-ધાર (=અરિહંતના ગુણની અવિ સ્મૃતિ)અને અપેક્ષા (અરિહંતના ગુણનું પુન: પુનઃ સ્મરણ) એ ૫ હેતુ છે, અર્થાત શ્રદ્ધાદિ ૫ પૂર્વક કરેલો કાઉસ્સગ્ન વંદનાદિના ૬ ફળને આપે છે, માટે એ ૫ હેતુ ગણાય છે, પુન: એ પાંચ હેતુમાં પૂર્વ હેતુ પણ પરહેતુને હેતુ છે.
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy