SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ શ્રી ગુરૂવંદન ભાષ્ય. “તિરસન્નયરાએ ” ઈત્યાદિ વંદનાક્ષર બોલતી વખતે, અને બેસીને “અહો કાયં” ઈત્યાદિ અક્ષર બોલતી વખતે શરીરને ગુરૂ સન્મુખ અને પશ્ચાત-પોતાના તરફ ઉભા ઉભા તેમજ બેઠાં બેઠાં હિડલાની પેઠે હલાવ્યા કરે તે.. ( ૮ મહુવૃત્ત રો–મસ્ય (માછલું) જેમ જળમાં ઉછાળે ભારતું શીધ્ર ઉપર આવે છે, અને પુનઃ નીચે ડૂબતી વખતે પિતાનું શરીર ઉલટાવી શીઘા ડૂબી જાય છે, તેમ શિષ્ય પણ ઉઠતી અને બેસતી વખતે એકદમ ઉછળવા સરખે શીઘ ઊઠે અને બેસે તે મસ્થવૃત્ત અથવા મતિ દોષ કહેવાય અથવા મસ્ય જેમ ઉછળીને ડૂબતી વખતે શરીર એકદમ ફેરવી–પલટાવી નાખે છે, તેમ એકને વંદના કરતો પુન: (પાસે–પડખે વા. પશ્ચાત બેઠેલા) બીજ આચાર્યાદિકને વાંદવા માટે ત્યાંને ત્યાં જ બેઠા છતે પિતાનું શરીર એકદમ ઘુમાવે ફેરવી દે, પરન્તુ જયણાથી ઉઠીને ત્યાં ન જાય તે માહ્યાવર્ત દોષ પણ આ દોષમાં જ અંતગત છે. અહિં માસ્યનું ઉદધૃત એટલે ઊંચું ઉછળવું અને “આવ એટલે શરીરને ગોળાકારમાં પરાવર્તવું-ફેરવી દેવું-ઘુમાવવું એ શબ્દાર્થ છે. ૯ મનાવુ –વંદનીય આચાર્યાદિ કે ગુણવડે હીન 'હેય તે તે હીન ગુણને મનમાં લાવી અસુયા સહિત (અરૂચિ પૂર્વક) વંદના કરે છે, અથવા આત્મપ્રત્યય અને પરપ્રત્યયથી ઉત્પન્ન થયેલા મનેષ પૂર્વક વંદના કરે છે, ૧૦ વિવાદ્ધ રોષ એ જાનુ (ઘુંટણ) ઉપર બે હાથ સ્થાપીને, અથવા બે જાનુની નીચે બે હાથ સ્થાપીને, અથવા બે જાનુના પડખ બે હાથ રથાપીને, અથવા બે હાથ ખેળામાં રાખીને, અથવા એક જાનુને બે હાથની વચ્ચે રાખીને એમ પાંચ પ્રકારે વંદના કરે તે પાંચ પ્રકારને વેદિકાબદ્ધ દોષ જાણે, (અહિં વેદિકા એટલે હાથની રચના-સ્થાપના તે વડે બદ્ધ એટલે યુક્ત તે વેદિકાબદ્ધ દોષ), ૧ ગુરુએ શિષ્યને પિતાને કહ્યું હોય તો આત્મપ્રત્યય, અને શિષ્યના મિત્રાદિક આગળ શિષ્યને રૂબરૂમાં કહ્યું હોય તો પરપ્રયત્યય મનઃ પ્રદેષ જાણું. (પ્રવો સારે વૃત્તિઃ )
SR No.006017
Book TitleTran Bhashya Bhavarth ahit
Original Sutra AuthorN/A
AuthorJain Shreyaskar Mandal Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1930
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy